કોરોના સામે મજબૂત ક્યૂબા મોડેલ બે વર્ષનાં બાળકોને રસીકરણ   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કોરોના સામે મજબૂત ક્યૂબા મોડેલ બે વર્ષનાં બાળકોને રસીકરણ  

કોરોના સામે મજબૂત ક્યૂબા મોડેલ બે વર્ષનાં બાળકોને રસીકરણ  

 | 12:30 am IST
  • Share

કોરોનાકાળમાં આરોગ્ય ક્ષેત્રે ક્યૂબાએ વિશ્વના તમામ દેશોને પાછળ રાખી દીધા છે, હવે રસીકરણમાં બે વર્ષનાં બાળકો માટે વેક્સિનેશન શરૃ કરી ક્યૂબાએ નવો ર્કીિતમાન સ્થાપ્યો છે. ક્યૂબામાં કોરોના વેક્સિન અબ્દાલા અને સોબરાનાની ટ્રાયલ પૂરી થયા બાદ ૩ સપ્ટેમ્બરથી ૧૨ વર્ષથી ઉપરનાં બાળકો અને કિશોરો માટે વેક્સિનેશનની શરૃઆત થયેલી. બાદમાં ૬ સપ્ટેમ્બરથી ૨થી ૧૧ વર્ષનાં બાળકો માટે રસીકરણ શરૃ થયું છે. ક્યૂબાની સરકારે તમામ બાળકોને વેક્સિન આપ્યા પછી જ સ્કૂલો ખોલવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે માર્ચ-૨૦૨૦થી પાટા પરથી ઊતરી ગયેલી શિક્ષણની ગાડીને ફરી પાટે ચડાવવા યુનિસેફે તમામ દેશોને અપીલ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો