'કોર્પોરેટર-અધિકારીઓ કામ કરતા નથી' નરોડા વોર્ડ ભાજપના મંત્રીનાં ધરણાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘કોર્પોરેટર-અધિકારીઓ કામ કરતા નથી’ નરોડા વોર્ડ ભાજપના મંત્રીનાં ધરણાં

‘કોર્પોરેટર-અધિકારીઓ કામ કરતા નથી’ નરોડા વોર્ડ ભાજપના મંત્રીનાં ધરણાં

 | 1:48 am IST
  • Share

શહેરમાં કોર્પોરેટરો અને મ્યુનિ.અધિકારીઓ કામ કરતા ન હોવાનું કહીને નરોડા વોર્ડ ભાજપના મંત્રીએ નોબલનગર સિવિક સેન્ટર ખાતે ધરણાં પર બેસી ગયા હતા. વોર્ડની સમસ્યાઓનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ધરણાં ઉપર બેસવાની જાહેરાત કરતાં જ મ્યુનિ. ભાજપના નેતાઓએ દોડી જઇને તેમને સમજાવ્યા મામલો માંડમાંડ થાળે પડયો હતો. વોર્ડ મંત્રી ધરણાં પર બેસતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.

નરોડા વોર્ડના ભાજપના મંત્રી મયુરસિંહ વાધેલા મંગળવારે સવારે નોબલનગર સિવિક સેન્ટર ખાતે ધરણાં પર બેસીને વિરોધ કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયામાં હૈયાવરાળ ઠાલવતી પોસ્ટ મૂકી હતી. જેમાં આક્ષેપ કર્યો હતો કે ‘હું નોબલનગર સિટી સિવિક સેન્ટરે ધરણાં પર બેઠો છું. જ્યાં સુધી લેવા પાટીદારવાડી, મામા કલ્યાણ ચાર રસ્તા, આદિશ્વર, સત્યમ વિદ્યાલય, ધર્મનાથ, સેંટ મેરી સ્કૂલ, શ્રી રામ ચોકડી વિસ્તારમાં પાવડર, મચ્છરજન્ય ધુમાડો, દવાનો છંટકાવ, ગટરના પાણીનો નિકાલ ના થાય ત્યાં સુધી હું ધરણાં પર બેઠો છું. કાઉન્સિલરને ફરિયાદ કરીને થાકી ગયો છું. અધિકારી કામ કરતાં નથી. મારી જોડે કોઇ વિકલ્પ નથી’.

જેના પગલે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ તથા સ્થાનિક નેતાઓ વોર્ડ મંત્રીને મનાવવા દોડી ગયા હતા. તેમણે વોર્ડની મીટિંગ કરીને વોર્ડ મંત્રી મયુરસિંહને સમજાવતા આખરે તેઓ માની જતાં ધરણાં સમેટી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન