કોર્પોે. દ્વારા વધુ ૩૩ ગેરકાયદે પાણીના જોડાણ કાપી નંખાયા - Sandesh
  • Home
  • Baroda
  • કોર્પોે. દ્વારા વધુ ૩૩ ગેરકાયદે પાણીના જોડાણ કાપી નંખાયા

કોર્પોે. દ્વારા વધુ ૩૩ ગેરકાયદે પાણીના જોડાણ કાપી નંખાયા

 | 3:16 am IST

વડોદરા ઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શહેરમાં વધુ ૩૩ ગેરકાયદે પાણીના જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતા. જેમાં વોર્ડ નં.૯માં સયાજીપુરા ખાતે શ્રીરંગ વિલામાં ૬ ઇંચની પાણીની લાઇન કાપીના નાંખવામાં આવી હતી, તેમજ ૨૬ જોડાણ અડધા ઇંચના હતા તે પણ ગેરકાયદે હોવાથી કાપી નંખાયા હતા. પૂર્વ ઝોનના જ વોર્ડ નં.૨માં એમકેવાયના મકાનોમાં દુૂકાનોમાં એક ઇંચના ૨ ગેરકાયદે જોડાણ કાપી નંખાયા હતા. જ્યારે ઉત્તર ઝોનના વોર્ડન ં. ૭ અને ૮ના ફતેગંજ અને ફતેપુરા ખાતે અડધા ઇંચના પાંચ કનેકશનો ગેરકાયદે હતા તે કાપી નાંખીને કાર્યવાહી કરવામાં આવી હતી.

 

;