કોર્પો.ના પરિસરમાં કરોડોની કિંમતના વાહનો ભંગાર બન્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કોર્પો.ના પરિસરમાં કરોડોની કિંમતના વાહનો ભંગાર બન્યા

કોર્પો.ના પરિસરમાં કરોડોની કિંમતના વાહનો ભંગાર બન્યા

 | 3:58 am IST
  • Share

  •  ટ્રેક્ટર, ટેન્કર, ગટર-ટેન્કની સફાઈ માટેનું વોક્યૂમ મશીન સહિતના વાહનો વર્ષોથી બિન ઉપયોગી

  • પ્રજાના પૈસાનો વેડફાટ કરતા મ્યુ. તંત્રનું ‘પ્રદર્શન’ : ઉંચા-ઉંચા ભાડા આપીને વાહનો રાખવામાં કોને ફાયદો?

જામનગર શહેરમાં પ્રજા પાસેથી ટેક્સ-વેરો ઉઘરાવવામાં સુરાતન દેખાડતી મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રજાના પૈસાનો બિન ઉપયોગી ખર્ચ કરીને પ્રજાના પૈસાનો વેડફાટ કરતી હોય તેમ, વર્ષોથી પ્રજાના પૈસાના ખરીદ કરાયેલા લાખો-કરોડોની કિંમતના વાહનોનો વર્ષોથી વણવપરાયેલી હાલતમાં ભંગાર બન્યા છે. તો મોટા ભાડા ચુકવીને વાહનો ભાડે રાખવામાં કોને ફાયદો છે તેવો પ્રશ્ન પણ ઉઠે છે.

જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે, અગાઉ આ બિન ઉપયોગી હાલતમાં પડેલા વાહનોના નિકાલ માટે ટેન્ડરીંગથી હરરાજી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં વાહનોની જુદી જુદી કિંમત આંકીને ટેન્ડરીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ તેમાં તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલી કિંમત કરતાં 50 ટકા ઓછા ભાવે માંગણી થતાં હરરાજી કરાઈ ન હતી.

જામનગર મહાનગરપાલિકા દર વર્ષે પ્રજા પાસેથી વેરો અને ટેક્સ ઉઘરાવવા માટે ભારે સુરાતન દેખાડે છે અને લોકોની મિલ્કતો પણ સીલ કરી દેવામાં આવે છે. તંત્ર દ્વારા લાખો રૃપિયાના ખર્ચે વસાવેલા ટ્રેકટર, ટેન્કર, ગટર-ટેંકની સફાઈ માટેનું વેક્યુમ મશીન તેમજ ખાનગી કંપની દ્વારા શહેરી લોકોના ઉપયોગ માટે આપેલ જેસીબી મશીન સહિતના વાહનો વર્ષોથી ચાલુ હાલતમાં બિન ઉપયોગી મહાનગરપાલિકાના પરિસરમાં જ પડયા છે. વર્ષોથી આ વાહનોનો ઉપયોગ થયો ન હોવાથી મોટા ભાગના વાહનો ભંગાર બન્યા છે.  મ્યુ.તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ માટે લાખોના ખર્ચે વસાવેલા વાહનો (કાર)ની સમય મર્યાદા પુર્ણ થઈ જતાં થોડા વર્ષો પહેલા નવા વાહનો ખરીદ કરાયા હતાં. ત્યારે જુના વાહનો અંદાજે ૭ કારો ફાયર વિભાગમાં રખાઈ છે.

વાહનોમાંથી મોટા ભાગના વાહનો ચાલુ હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. તંત્ર દ્વારા મોટા-મોટા ભાડા ચુકવીને અથવા કોન્ટ્રાકટ આપીને વાહનોથી કામ કરાવવામાં આવે છે. તેનાથી કોને ફાયદો છે.તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો