કોળીયાક ભાદરવી અમાસના મેળામાં ૮પ૯ પોલીસ કર્મચારીઓ ખડેપગે - Sandesh
  • Home
  • Bhavnagar
  • કોળીયાક ભાદરવી અમાસના મેળામાં ૮પ૯ પોલીસ કર્મચારીઓ ખડેપગે

કોળીયાક ભાદરવી અમાસના મેળામાં ૮પ૯ પોલીસ કર્મચારીઓ ખડેપગે

 | 1:36 am IST

ા ભાવનગર ા

ભાવનગર જિલ્લાના કોળીયાકના દરિયા કિનારે ભાદરવી અમાસનો મેળો ભરાતો હોય છે. આ મેળામાં બહોળી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોય છે તેથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. જિલ્લાના ૮પ૯ પોલીસ અધિકારી-કર્મચારીઓ મેળામાં ખડેપગે રહેશે.

કોળીયાકના દરિયા કિનારે ભાદરવી અમાસના મેળાનો પ્રારંભ થઈ ગયો છે. નિષ્કલંક મહાદેવના દર્શન કરવા તેમજ દરિયામાં સ્નાન કરવા ભાવનગર સહિત રાજ્યભરમાંથી ભકતજનોે આવતા હોય છે. આ મેળામાં કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ૮પ૯ પોલીસ અધિકારી-કર્મચારીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં ૧ ડીવાયએસપી, ૬ પોલીસ ઇન્સ્પેકટર, ૧૯ પોલીસ સબ ઇન્સ્પેકટર, રપ૬ પોલીસ જવાન, ર૬ મહિલા પોલીસ, ૧૦ માઉન્ટેડ યુનીટ, ર૦૦ હોમગાર્ડ જવાન, ૩૪૧ જીઆરડી અને એસઆરડી જવાનનો સમાવેશ થાય છે.

આવતીકાલે રવિવારે બહોળી સંખ્યામાં લોકો દર્શન કરવા આવશે તેથી પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાનુ વરતેજ પોલીસના સુત્રોએ જણાવેલ છે.