કોવેક્સિન કોવિડ-19 સામે માત્ર 50 ટકા જ અસરકારક : લેન્સેટનાં તારણો - Sandesh
  • Home
  • India
  • કોવેક્સિન કોવિડ-19 સામે માત્ર 50 ટકા જ અસરકારક : લેન્સેટનાં તારણો

કોવેક્સિન કોવિડ-19 સામે માત્ર 50 ટકા જ અસરકારક : લેન્સેટનાં તારણો

 | 4:32 am IST
  • Share

કોવેક્સિન વિશે આરંભે જે ધારણા કરવામાં આવી હતી તેને મુકાબલે વેક્સિન નબળી 

વચગાળાનાં પરિણામોમાં જાહેર થયું હતું કે, વેક્સિન 77.8 ટકા અસરકારક છે

ભારતમાં કોરોના વાઇરસ રસીકરણ ઝુંબેશમાં ઉપયોગમાં લેવાઈ રહેલી મુખ્ય વેક્સિન કોવેક્સિન કોવિડ-19 સામે માત્ર 50 ટકા અસરકારક છે. રિયલ વર્લ્ડ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસના જણાવ્યા મુજબ કોવેક્સિન વિશે આરંભે જે ધારણા કરવામાં આવી હતી તેને મુકાબલે વેક્સિન નબળી છે. ચેપી રોગ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસના તારણોમાં જણાવ્યા મુજબ ભારતમાં આ વર્ષે કોરોના સંકરમણનું બીજું મોજું ફરી વળ્યું તે સમયે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ દ્વારા 15 એપ્રિલથી 15 મે દરમિયાન થયેલા આરટી-પીસીઆર ટેસ્ટ દરમિયાન પોઝિટિવ માલૂમ પડેલા હોસ્પિટલના 2,714 આરોગ્યકર્મીના ડેટાની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

દેશમાં રસીકરણ ઝુંબેશનો આરંભ થયા પછી જાન્યુઆરી મહિનામાં એઇમ્સ કર્મીઓને ખાસ કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી ભંડોળથી ચાલી રહેલી ભારતની આરોગ્ય વિષયક સંશોધન એજન્સી અને સ્થાનિક કંપની ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડ દ્વારા આ વેક્સિન વિકસાવવામાં આવી છે.

મોટા ભાગના અભ્યાસના તારણો કહે છે કે, લગભગ તમામ કોવિડ વેક્સિન ઉચ્ચ સંક્રમણ દર ધરાવતા ડેલ્ટા વાઇરસ સામે ઓછી અસરકારકતા ધરાવે છે. વર્ષ 2021ના આરંભથી જ આ વાઇરસે ભારતને નિશાન બનાવેલું છે. ભારત બાયોટેક કંપની કોવેક્સિનનું ઉત્પાદન વધારીને નિકાસ વધારવાનું આયોજન કરી રહી છે તે દરમિયાન આ નવા સંશોધનના તારણો સામે આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો