કોસ્ટગાર્ડની શીપે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • કોસ્ટગાર્ડની શીપે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી

કોસ્ટગાર્ડની શીપે પેટ્રોલિંગ દરમિયાન કરી કાર્યવાહી

 | 5:12 am IST
  • Share

  • ભારતીય જળસીમામાંથી પાકિસ્તાની ફ્િશિંગ બોટ ઝડપાઈઃ૧રની અટકાયત
  • ખલાસીઓની વધુ પૂછપરછ માટે ઓખા લઈ જવાયા

। પોરબંદર । ભારતીય જળસીમામાં ઘુસી આવેલી ૧૨ખલાસીઓ સાથેની પાકિસ્તાની ફ્િશિંગ બોટને કોસ્ટગાર્ડની શીપે પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લીધી છે અને તમામ ખલાસીઓને વધુ પુછપરછ માટે ઓખા લાવવામાં આવી રહ્યા છે
ભારતીય કોસ્ટગાર્ડની રાજરતન નામની શીપ ગઈકાલે રાત્રીના સમયે ભારે પવન અને વરસાદ વચ્ચે ભારતીય જળસીમા નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. અને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળતો હતો તે દરમ્યાન *અલ્લાહ પાવકલ *નામની પાકિસ્તાની ફ્િશિંગ બોટ ભારતીય જળસીમામાં નજરે ચડી હતી આથી કોસ્ટગાર્ડની શીપ પર રહેલા જવાનો દ્વારા બોટના ખલાસીઓને તાબે થઇ જવા સુચના અપાઈ હતી આથી શીપમાં રહેલા તમામ ૧૨ ખલાસીઓ શરણે થઇ ગયા હતા ત્યાર બાદ કોસ્ટગાર્ડ દ્વારા તમામ ખલાસીઓની અટકાયત કરાઈ હતી,મોટા ભાગના ખલાસીઓની ઉમર ૨૦થી૩૦ વરસ સુધીની છે.પ્રાથમિક દ્રષ્ટિએ હજુ સુધી આ બોટ માંથી કશી વાંધાજનક વસ્તુ મળી આવી નથી તેમ છતાં આ બોટ શા માટે ભારતીય જળસીમામાં ઘુસી હતી તે સહીતની વધુ તપાસ અર્થે તથા ખલાસીઓની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ મારફ્ત પુછપરછ માટે બોટને ઓખા લઇ જવામાં આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન