કોહલી-કુંબલેનું કોમ્બિનેશન રંગ લાવશે? - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • કોહલી-કુંબલેનું કોમ્બિનેશન રંગ લાવશે?

કોહલી-કુંબલેનું કોમ્બિનેશન રંગ લાવશે?

 | 3:17 am IST

વિરાટ કોહલી જ્યારથી ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો સુકાની બન્યો છે ત્યારથી ટીમમાં નવો પ્રાણ ફ્ુંકાયો છે તેમાં શંકા નથી. જોકે એમ કહેવાતું હતું કે રવિ શાસ્ત્રી સાથે કોહલીને ફવી ગયું છે અને તેને કારણે બંનેના તાલમેલથી ભારતને સફ્ળતા મળી રહી છે. કોહલી અને શાસ્ત્રીની જોડીએ ધોનીને કઢાવવામાં પણ કાંઈ બાકી રાખ્યું નથી એવી વાતો પણ થતી હતી. હવે એક તથ્ય સામે આવ્યું છે કે જો આમ જ હોત તો રવિ શાસ્ત્રી અત્યારે ભારતીય ટીમનો કોચ હોત. ખેર હવે આ વાત જૂની થઈ ગઈ છે અને ભારતીય ટીમને હવે કમસે કમ હાલ પૂરતો તો નવો કોચ મળી ગયો છે અને કદાચ અનિલ કુંબલે જેવો મજબૂત કોચ બીજો કોઈ મળ્યો ન હોત.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાલમાં સેંટ જોન્સમાં રમી રહી છે. હજી બીજી ત્રણ ટેસ્ટ રમાવાની છે. કેરેબિયન પ્રવાસ ક્યારેય આસાન રહ્યો નથી. વેસ્ટઇન્ડીઝ માં ભારતે પહેલી વાર ૧૯૭૧માં વિજય હાંસલ કર્યો ત્યાર બાદ એમ લાગતું હતું કે હવે કેરેબિયન્સ સામે દર વખતે આસાનીથી જીતી શકાશે પરંતુ તે ક્યારેય શક્ય બન્યું નથી. વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલર્સના યુગનો અંત આવ્યા બાદ તેમનું એકચક્રી શાસન અટકી ગયા બાદ પણ ભારત વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર આસાનીથી જીતી શક્યું નથી. ૨૦૦૬માં રાહુલ દ્રવિડની ટીમે અને ૨૦૧૧માં ધોનીની ટીમે કેરેબિયન ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી અને તેમાંય વેસ્ટ ઇન્ડીઝ ના ગઢ મનાતા કિંગ્સ્ટન, જમૈકામાં ટેસ્ટ જીતીને ભારતે સફ્ળતા મેળવી હતી પરંતુ આ એકલદોકલ વિજયને સથવારે ભારતે શ્રેણી જીતી હતી, બાકી જેને અસામાન્ય સફ્ળતા કહી શકાય તે રીતે ભારતે હજી જીતવાનું બાકી છે.

આ વખતે કોહલીની ટીમ પાસેથી આવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. અગાઉની અને આ વખતની ભારતીય ટીમમાં ફ્રક એટલો જ છે કે આ ટીમ યુવાન છે અને તેનો કોચ અત્યંત અનુભવી છે પરંતુ કોચિંગમાં તેની પણ કસોટી થવાની છે. વિરાટ કોહલીએ હવે પુરવાર કરી દેવાનું છે કે ધોનીની ગેરહાજરીમાં કપ્તાની કરતો હતો તેમાં અને અત્યારે કાયમી સુકાની તરીકે ટીમની આગેવાની લઈ રહ્યો છે તેમાં ઘણો ફ્રક છે.

કોહલીએ નિયમિત ટેસ્ટ કેપ્ટન તરીકેની જવાબદારી તો ગઈ સિઝનમાં સાઉથ આફ્રિકા સામેની શ્રેણી સાથે જ સંભાળી લીધી હતી. પરંતુ ૨૦૧૫ના જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ધોનીએ અચાનક સુકાનીપદ છોડી દીધું એ પછી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જ તેને સિડની ટેસ્ટમાં સુકાની બનાવી દેવાયો અને તેની કપ્તાન તરીકેની યાત્રાનો પ્રારંભ થયો હતો. ઓસ્ટ્રેલિયામાં એકાદ બે મેચમાં તે ખાસ કાંઈ કરતબ દાખવી શક્યો નહીં પરંતુ એ જ વર્ષના મધ્યમાં શ્રીલંકાના પ્રવાસમાં તેણે ભારતને શ્રેણી વિજય અપાવ્યો. પ્રથમ ટેસ્ટમાં તો ટીમનો કારમો પરાજય થયો પરંતુ બીજી ટેસ્ટ અને ત્રીજી ટેસ્ટમાં ભારતે ભવ્ય પ્રદર્શન કર્યું.

રવિ શાસ્ત્રીએ તેના કોચપદ માટેના દાવામાં અને ઇન્ટરવ્યૂમાં શ્રીલંકા સામેના આ શ્રેણી વિજયનો ખાસ ઉલ્લેખ કર્યો હતો અને એ સફ્ળતાનો યશ પોતે લીધો હતો.

 

જોકે એ તો સ્વાભાવિક છે કે સફ્ળતા મળે ત્યારે બધાને યશ ખાટવો હોય છે. આ જ શ્રેણી વિજયને વિરાટ કોહલી પણ પોતાની ઝળહળતી કારકિર્દીનો પ્રારંભ તરીકે ગણાવે છે. જોકે એ પછી ભારતના પ્રવાસે આવેલી સાઉથ આફ્રિકન ટીમ સામેનો કોહલી એન્ડ કંપનીનો દેખાવ વધારે ઉજળો હતો.  ટેસ્ટ ક્રિકેટમાં સાઉથ આફ્રિકાની ટીમ ક્યારેય નબળી રહી નથી. તેઓ વિદેશમાં ઘણા સમયથી હાર્યા ન હતા અને ભારત આવ્યા ત્યારે સુપર પાવર હતા પરંતુ તેમનો કારમો પરાજય થયો.

ચાર ટેસ્ટમાંથી એકમાત્ર બેંગલોરની મેચ જ ડ્રો રહી કેમ કે તેમાં પહેલા દિવસની રમતને બાદ કરતાં એક ઓવરની રમત પણ શક્ય બની ન હતી. બાકી રહેલી ત્રણેય ટેસ્ટમાં ભારતનો દેખાવ સુપર રહ્યો હતો. એટલે સુધી કે ભારતે તેના ઘરઆંગણે સ્પિનર્સની વિકેટ બનાવીને મહેમાનોને શરમજનક સ્થિતિમાં મૂકી દીધા સુધીનો આક્ષેપ થયો હતો. જોકે ટેસ્ટ શ્રેણીના થોડા દિવસ બાદ વન-ડેમાં સાઉથ આફ્રિકાએ બાકી રહેલી બધી કસર પૂરી કરી દીધી અને વન-ડે શ્રેણી જીતી લીધી. તેનાથી ધોનીની ટીમ નબળી પુરવાર થઈ અને કોહલી માટે બેવડો લાભ થયો, એક તો તે ધોની કરતાં ચડિયાતો પુરવાર થયો અને બીજું એ સાબીત થઈ ગયું કે સાઉથ આફ્રિકાનો ટેસ્ટ શ્રેણી પરાજય માત્ર પિચને કારણે થયો ન હતો.

હવે કોહલીએ તેના યુવાન સાથીઓ અને નવા કોચને લઈને કેરેબિયન ધરતી પર સફ્ળતા હાંસલ કરવાની છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં ૧-૦થી વધુ સારું પ્રદર્શન કરી શકી નથી. કેરેબિયન ટીમ હાલમાં એવી કોઈ મજબૂત ટીમ નથી. બીજું ટીમ પાસે એવો કોઈ સ્ટાર પ્લેયર નથી કે જે એકલાં હાથે ટીમને વિજય અપાવવાની ક્ષમતા ધરાવતો હોય. ક્રિસ ગેઇલ કે ડ્વેઇન બ્રેવો આ કમાલ કરી શકે તેમ હતા પરંતુ બોર્ડ સાથેના વિવાદ બાદ તેઓ હવે ટેસ્ટ કે વન-ડેમાં રમતાં નથી. આમ ભારત માટે માર્ગ મોકળો છે અને તેઓ આ શ્રેણી વદુ સારી રીતે જીતી શકે તેમ છે.

વિરાટ કોહલી અને અનિલસ કુંબલેનું કોમ્બિનેશન અત્યારે તો એમ લાગે છે કે લાંબા સમય સુધી ચાલશે કેમ કે બંનેમાં વિરાટ ક્ષમતા છે. એક ખેલાડી તરીકે કુંબલે મહાન હતો અને એક વ્યક્તિ તરીકે  પણ તે એટલો જ મહાન છે હવે તેણે એક મોટિવેટર અને કોચ તરીકે પોતાની જાતને પુરવાર કરવાની છે. કુંબલે ક્યારેય નિષ્ફ્ળતા સહન કરી શક્યો નથી, તેને હંમેશાં સફ્ળતા જ પસંદ આવી છે અને આ ગુણ કોચ તરીકે પણ કાયમ રહ્યો તો ભારત ખાલી હાથે પાછું નહીં ફ્રે.       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન