ક્રાંતિવીર સરદારસિંહ રાણાની કાયમી સ્મૃતિમાં સ્પેશ્યલ કવર બહાર પાડશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ક્રાંતિવીર સરદારસિંહ રાણાની કાયમી સ્મૃતિમાં સ્પેશ્યલ કવર બહાર પાડશે

ક્રાંતિવીર સરદારસિંહ રાણાની કાયમી સ્મૃતિમાં સ્પેશ્યલ કવર બહાર પાડશે

 | 4:21 am IST
  • Share

ા ભાવનગર ા

સ્વતંત્રતા આંદોલનના ગુમનામ ક્રાંતિકારીઓને યાદ કરીએ તો ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું નામ અચુક યાદ આવે અને તેમની કાયમી સ્મૃતિના ભાગરૃપે ટપાલ વિભાગ એક સ્પેશ્યલ કવર બહાર પાડશે. આવતીકાલ તા.૧૩ના રોજ સુરેન્દ્રનગર હેડ પોસ્ટ ઓફિસ ખાતે સાંજે પાંચ કલાકે રાજ્યના વનમંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે સ્પેશ્યલ કવરનો લોકાર્પણ સમારોહ યોજાશે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના કંથારિયા ગામના સરદારસિંહ રાણા દ્વારા બ્રિટીશ સરકાર વિરૃધ્ધ અને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃતિઓ કરવા બદલ તેમને યુરોપના દેશોમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતમાં નજરકેદમાંથી છટકીને જર્મન પહોચ્યા હતા જયાં સરદારસિંહ રાણાએ જર્મનમાં રેડીયો પરથી સુભાષબાબુના ઐતિહાસિક ઉદબોધનનાં પ્રસારણની વ્યવસ્થા ગોઠવી હતી. જેથી ભારત સરકારે પણ તેમની યાદગીરી જીવંત રાખવા એક કદમ ઉઠાવ્યું છે અને સ્વ. સરદારસિંહ રાણાની યાદમાં ભારતીય ટપાલ વિભાગ સ્પેશ્યલ કવર બહાર પાડશે. હાલમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે સરકાર આ પ્રસંગે ભારતના સ્વતંત્રતા આંદોલનના ગુમનામ ક્રાંતિકારીઓને યાદ કરે છે અને ટપાલ વિભાગ દ્વારા ક્રાંતિવીર રાણાની યાદમાં આવતીકાલ તા.૧૩ના રોજ આ સ્પેશ્યલ કવર બહાર પાડવામાં આવશે. જેમાં રાણા પરિવારમાંથી દિગ્વિજયસિંહ રાણા, પ્રતાપસિંહ રાણા તથા ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાનો પરિવાર હાજર રહેશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો