ક્રૂડ, પામ અને એલચીમાં સુધારાની આગેકૂચ - Sandesh
  • Home
  • Business
  • ક્રૂડ, પામ અને એલચીમાં સુધારાની આગેકૂચ

ક્રૂડ, પામ અને એલચીમાં સુધારાની આગેકૂચ

 | 3:34 am IST

અમદાવાદ તા.ર૦

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૨,૩૫,૬૦૬ સોદામાં રૂ.૧૨,૪૨૩.૦૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં નરમાઈનો માહોલ હતો. તમામ બિનલોહ ધાતુઓ અને એનર્જીમાં ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે ઘટાડો રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા, જ્યારે ક્રૂડ પામ તેલ અને એલચીમાં સુધારાની આગેકૂચ ભાવમાં રહી હતી. મેન્થા તેલ ઘટયું હતું. કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૮.૭૩ પોઈન્ટ ઘટયો હતો. 

દરમિયાન એમસીએક્સે ૧૯ જુલાઈના રોજ પાકેલા ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાના પાકતી તારીખના ભાવ પ્રત્યેકના બેરલદીઠ રૂ.૨,૯૯૮ નિર્ધારિત કર્યા હોવાનું એક પરિપત્ર મારિંત જણાવ્યું છે.

પ્રથમ સત્રનાં કામકાજમાં કીમતી ધાતુઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૧,૦૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૧,૦૯૩ અને નીચામાં રૂ.૩૦,૮૫૫ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૯ ઘટી રૂ.૩૦,૮૮૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ જુલાઈ ૧ ગ્રામદીઠ રૂ.૧૨ ઘટી રૂ.૩,૦૮૨ અને ગોલ્ડ-ગિની જુલાઈ ૮ ગ્રામદીઠ રૂ.૧૧૧ ઘટી રૂ.૨૪,૮૦૨ થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૬ ઘટી બંધમાં રૂ.૩૦,૮૨૫ના ભાવ હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૪૬,૯૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૬,૯૮૦ અને નીચામાં રૂ.૪૬,૫૦૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૬ ઘટી રૂ.૪૬,૫૩૮ બંધ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ રૂ.૪૬૫ ઘટી રૂ.૪૬,૫૬૩ અને ચાંદી-મિની ઓગસ્ટ રૂ.૪૭૩ ઘટી રૂ.૪૬,૫૫૮ રહ્યા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.૩.૯૦ ઘટી રૂ.૩૩૪.૧૦, નિકલ જુલાઈ ૨૦ પૈસા ઢીલો રહી રૂ.૭૦૨.૩૦, એલ્યુમિનિયમ જુલાઈ રૂ.૧ ઘટી રૂ.૧૦૮.૭૫, સીસું જુલાઈ રૂ.૧.૪૫ ઘટી રૂ.૧૨૩.૧૫ અને જસત જુલાઈ ૮૦ પૈસા ઘટી રૂ.૧૪૯.૬૫ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.૩,૦૮૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટી રૂ.૩,૦૭૫ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૩૦૦થી રૂ.૯૧૦ની રેન્જમાં ઘટયા હતા. કોટન જુલાઈ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૨,૬૪૦ ખૂલી, નીચામાં રૂ.૨૧,૯૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે સૌથી વધુ રૂ.૯૧૦ના ભાવઘટાડા સાથે રૂ.૨૧,૯૧૦ બંધ રહ્યો હતો.