Make a colorful butterfly by diffrents types of clay. Nice fun butterfly will be

ક્લેથી બનાવો કલરફુલ બટરફ્લાય

 | 1:00 am IST
  • Share

ક્લેની દુનિયા બહુ વિશાળ છે. તેની મદદથી વિવિધ પ્રકારના શેપ આપીને આકર્ષક વસ્તુઓ બનાવી શકાય છે. આજે આપણે ક્લેમાંથી બટરફ્લાય બનાવીશું. બટરફ્લાય બનાવવા માટે સૌથી પહેલાં કલરફુલ ક્લે લો. બજારમાં વિવિધ કલરની ક્લે ઉપલબ્ધ છે. તમારી પાસે કલરફુલ ક્લે ન હોય તો સાદી ક્લે પણ લઇ શકો છો. અહીં પિંક, યલો, બ્લેક અને પેરોટ ગ્રીન કલરની ક્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે તમારા મનગમતાં રંગની ક્લે લઇ શકો.  

સૌથી પહેલાં પેરોટ ગ્રીન કલરની ક્લે લઇને તેને ગાજર જેવો શેઇપ આપો. અહીં બતાવ્યું છે એ પ્રમાણે બટરફ્લાયની આગળનો ભાગ બનાવો. આપણે ફૂલોની પાંદડી જે રીતે દોરીએ છીએ એ રીતે પિંક કલરની ક્લેની મદદથી બે પાંદડી જેવો શેઇપ આપો. જે રીતે પિંક કલરથી પાંદડી બનાવી એ જ રીતે યલો કલરથી પિંક કરતાં થોડી નાની પાંદડી ક્લેની મદદથી બનાવો. બે પિંક અને બે યલો એમ કુલ ચાર પાંદડી તૈયાર થઇ ગઇ. એને પેરોટ ગ્રીન કલરના ગાજરવાળા શેઇપ સાથે અહીં ચિત્રમાં બતાવ્યું છે એ રીતે ચોંટાડો. બટરફ્લાયનો બેઝ તૈયાર થઇ ગયો, હવે તેના ઉપર ડેકોરેશન કરો. સૌથી પહેલાં બ્લેક ક્લેથી આંખ બનાવો, પિંક ક્લેથી હોઠ બનાવો. પિંક રંગની બટરફ્લાયની પાંખ ઉપર યલો રંગની ક્લેથી રાઉન્ડ શેઇપ આપી લગાવો. એવી જ રીતે યલો રંગની પાંખ ઉપર પિંક કલરની ક્લેના નાના ગોળ કરીને લગાવો. ક્લેમાંથી સરસ મજાનું બટરફ્લાય તૈયાર થઇ જશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો