ક્ષત્રિય સેવા સમાજને પ્રગતિના પંથે લઈ જવા આહવાન કરાયું - Sandesh
  • Home
  • Newspaper
  • ક્ષત્રિય સેવા સમાજને પ્રગતિના પંથે લઈ જવા આહવાન કરાયું

ક્ષત્રિય સેવા સમાજને પ્રગતિના પંથે લઈ જવા આહવાન કરાયું

 | 3:14 am IST

ટંૂક સમયમાં વાડીનું નિર્માણ થાય તે માટે ચર્ચા કરાઈ

મહુવડમાં ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ા પાદરા ા  

પાદરાના મહુવડ ગામે ક્ષત્રિય સેવા સમાજ દ્વારા સામાજિક એકતાના સંદેશ સાથે નૂતન વર્ષના યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજને પ્રગતિના પંથે લઈ જવા ઉપસ્થિત મહાનુભવોએ આહવાન કર્યું હતું, દરમિયાન પાદરા તાલુકામાં સમાજના પ્રસંગો માટે સ્ ટૂંક સમયમાં વાડીનું નિર્માણ થાય અને સમાજને ઉપયોગી થાય તે માટે આયોજિત સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી.

મહુવડમાં નૂતન વર્ષનું સ્નેહમિલન સામાજિક એકતાના સંદેશ સાથે પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર, માજી ધારાસભ્ય પુનમભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું ધારાસભ્યે સમાજને પ્રગતિના પંથે લઈ જવા આહવાન કર્યું હતુ. ક્ષત્રિય સમાજના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ પરમાર, અર્જુનસિંહ પઢીયાર, સહકારી આગેવાન પ્રવિણસિંહ સિંધા, રમેશભાઈ વાઘેલા પૂર્વ પ્રમુખ ભાજપ , લાલજીબાવા પઢીયાર , ડૉ. તખતસિંહ પરમાર, આચાર્ય નરેન્દ્રસિંહ જાદવ, એ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;