unhappy-swallowing-poison-of-coalition-govt-says-teary-eyed-kumaraswamy
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કર્ણાટકના CM કુમારસ્વામી જાહેરમાં રડી પડ્યા, કહ્યું- ‘2 કલાકમાં છોડી શકું છું પદ’

કર્ણાટકના CM કુમારસ્વામી જાહેરમાં રડી પડ્યા, કહ્યું- ‘2 કલાકમાં છોડી શકું છું પદ’

 | 9:16 am IST

કર્ણાટકમાં ગઠબંધનની સરકાર ચલાવવી સીએમ કુમારસ્વામી માટે વિષપાન બરાબર છે. આ વાત કોઈ બીજા નહીં પરંતુ કુમારસ્વામી ખુદ બોલી રહ્યા છે. શનિવારે એક કાર્યક્રમમાં કુમારસ્વામીનું દર્દ છલકાયું અને તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા અને કહ્યું કે, જો કે તેમની પાર્ટીના લોકો તે વાતથી ખુશ છે કે તેમના અન્ના અથવા તો થમ્મા (ભાઈ) સીએમ બન્યા છે, પરંતુ તે વર્તમાન પરિસ્થિતિથી ખુશ નથી.

જેડીએસ તરફથી તેમને સીએમ બન્યાની ખુશીમાં આયોજિત કરવામાં આવેલી એક ઈવેન્ટમાં કુમારસ્વામીએ ગુલદસ્તો કે ફૂલમાળા સુધીનો સ્વીકાર કર્યો નહોતો. કુમારસ્વામીએ કહ્યું કે, હું કોઈને કહ્યા વગર મારા પોતાના દર્દને સહી રહ્યો છું, જે ઝેરથી ઓછું નથી. ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરવા મુદ્દે કુમારસ્વામીએ કહ્યું કે, જે પણ કંઈ ચાલી રહ્યું છે તેનાથી તે ખુશ નથી.

સોશિયલ મીડિયા પોસ્ટથી દુખી છે કુમારસ્વામી
કુમારસ્વામીના આ ભાવુક ભાષણનું કારણ સોશિયલ મીડિયાની એક પોસ્ટ છે. તેને ‘કુમારસ્વામી મારા સીએમ નથી’ વાળી સોશિયલ મીડિયા પોસ્ટની અસર સમજી શકાય છે. જો કે, કોદાગૂના એક યુવકે એક વીડિયો પોસ્ટ કર્યો હતો, તેમાં તેના ગામનો એક રસ્તો ધોવાઈ ગયો હતો. તેને કહ્યું કે, સીએમને તેની ચિંતા નથી. આ રીતે કોસ્ટલ જિલ્લાઓમાં માછીમારો પણ લોન માફ ન થવાના કારણે કુમારસ્વામી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.

કુમારસ્વામીએ કહ્યું કે, કોઈ નથી જાણતું કે લોન માફી માટે અધિકારીઓને મનાવવા માટે મારે કેટલી બાજીગરી કરવી પડશે. હવે તે ‘અન્ના ભાગ્ય સ્કીમ’ માં 5 કિલો ચોખાના બદલે 7 કિલો ઈચ્છે છે. હું તેમના માટે ક્યાંથી 2500 કરોડ રૂપિયા લઈને આવું? ટેક્સ લગાવવા માટે મારી નિંદા થઈ રહી છે. તેમ છતાં મીડિયા કહી રહી છે કે મારી લોન માફી સ્ક્રીમમાં સ્પષ્ટતા નથી. જો હું ઈચ્છું તો 2 કલાકની અંદર સીએમનું પદ છોડી શકું છું.

સીએમે વધુમાં કહ્યું કે, તે તેમનું દુર્ભાગ્ય છે કે ચૂંટણીઓ સમયે લોકો તેમને સાંભળવા માટે ભેગા થયા પરંતુ હવે વોટ આપવાનો વખત આવ્યો તો પાર્ટીના સભ્યોને ભૂલી ગયા. ઈશ્વરે મને આ શક્તિ (સીએમ પદ) આપી છે. તે નક્કી કરશે કે મારે કેટલા દિવસ રહેવું છે. કુમારસ્વામીએ એક બાજુ વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શનનું સ્વીકાર કરતા કહ્યું કે તેમને સીએમનું પદ માત્ર લોકોની ભલાઈ માટે લીધું છે.

મારું સપનું હતું કે, હું પાર્ટીના વાયદા અને તેમના પિતા એચડી દેવગૌડાના અધૂરા કામોને પુરા કરી શકું. કોઈ તાકાત મેળવવા માટે નહોતું લીધું. જો કે, વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ (માત્ર 37 સીટો પર મળેલી જીત)માં તે સંકેત હતો કે ક્યાંકને ક્યાંક લોકોને મારી અંદર ભરોસો નથી. બીજી બાજુ કુમારસ્વામીના પિતા દેવગૌડાએ કહ્યું કે, સીએમને 18-18 કલાક કામ કરવું તે તેમના સ્વાસ્થ્ય માટે ઠીક નથી અને તેમને પોતાના પુત્રની ચિંતા છે.

દેવગૌડાએ એવું કહેતા સિદ્ધારમૈયા સરકારની 4000 કરોડની દેનદારીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે સમયે 50 હજાર કરોડની ખેડૂતોની લોક માફ કરવામાં આવી હતી. દેવગૌડાએ આ વાતનો પણ સંકેત આપ્યા કે લોન માફી સ્કીમને સ્ત્રી શક્તિ જૂથો સુધી પણ લઈ જવામાં આવશે.