ખાટું-મીઠ્ઠું કેળાંનું શાક  - Sandesh
1.6M
1M
1.7M
APPS

ખાટું-મીઠ્ઠું કેળાંનું શાક 

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 2 પાકેલાં કેળાં, 1 સમારેલું લીલું મરચું, 1 સમારેલું ટામેટું, વઘાર માટે 1 લાલ સૂકું મરચુ, 1/2 ચમચી જીરું, 1 ચમચી તેલ, ચપટી હિંગ, 1-2 લવિંગ, 1/2 ઈંચ વાટેલું આદું, 2 ચમચી દહીં, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, ચપટી હળદર, 1/2 ચમચી ધાણા પાઉડર, 1-2 ચપટી ગરમ મસાલો, 1/2 ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, તાજી કોથમીર

રીત : એક કડાઈમાં તેલ ગરમ કરો, હિંગ-જીરું, લવિંગ, આખું લાલ મરચું નાખો. હવે તેમાં આદું અને લીલા મરચાંના ટુકડા વઘારો. તે બાદ તરત જ ટામેટાં ઉમેરો અને જરૂર મુજબ મીઠું ઉમેરો જેથી ટામેટાં ઝડપથી ચડી જશે. હવે એક વાટકીમાં અન્ય તમામ સૂકા મસાલાને દહીં સાથે મિક્સ કરો અને ટામેટાંમાં ઉમેરો. જ્યારે દહીં ઉમેરો ત્યારે ગેસ બંધ કરો અથવા તેને સારી રીતે મિક્સ કરો ત્યાં સુધી તેને બર્નર પરથી ઉતારી લો. આમ કરવાથી દહીં ફટશે નહીં. હવે કડાઈ ફ્રીથી ગેસ પર મૂકો અને સમારેલાં કેળાં ઉમેરો. તે નરમ થવા માટે માત્ર 3-4 મિનિટ સીઝશે અને શાક તૈયાર છે. તાજી કોથમીરથી સજાવો અને ગરમ રોટલી સાથે સર્વ કરો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો