ખાડી કાંઠાના વિસ્તારોના ૭૦૦થી વધુ મકાનોમાં ૫ થી ૧૦ ફૂટ પાણી ઘૂસી ગયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Saurashtra
  • ખાડી કાંઠાના વિસ્તારોના ૭૦૦થી વધુ મકાનોમાં ૫ થી ૧૦ ફૂટ પાણી ઘૂસી ગયા

ખાડી કાંઠાના વિસ્તારોના ૭૦૦થી વધુ મકાનોમાં ૫ થી ૧૦ ફૂટ પાણી ઘૂસી ગયા

 | 1:27 am IST
  • Share

મીણસાર નદીમાંથી પાણી છોડવામાં આવતા પોરબંદરના કડીયાપ્લોટથી કુંભારવાડા સુધીના ખાડી કાંઠાના વિસ્તારમાં રહેતા અંદાજે ૭૦૦થી વધુ મકાનોમાં પથી૧૦ ફૂટ પાણી ઘુસી ગયા હતાં. તંત્ર દ્વારા ૨૭૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું .

પોરબંદરના કડીયાપ્લોટ, મીલપરા, ઝુંડાળા, ખડપીઠથી કુંભારવાડા સુધીના ખાડીકાંઠાના વિસ્તારોમાં રહેતા અંદાજે ૭૦૦થી વધુ મકાનોમાં પથી ૧૦ ફૂટ પાણી ઘુસી ગયા હતા. તંત્ર દ્વારા તે વિસ્તારના લોકોને પાણી છોડવા અંગે જાણ કરાઈ હતી. જેથી રાત્રે કેટલાક લોકો અગાસી ઉપર ચડી ગયા હતા, પરંતુ મોટા ભાગના લોકો વધુ પુર નહીં આવે તેવું માનીને નીચે ઘરમાં જ સુઇ ગયા હતાં. મોડી રાતથી પાણી આવવાની શરૃઆત થઇ હતી. મોટાભાગના ઘરમાં ૫થી૧૦ફ્ુટ પાણી ભરાતા મોટાભાગની ઘરવખરી પલળી ગઇ હતી. થોડોઘણો સામાન બચાવવા માટે તેઓએ અગાસી ઉપર આશરો લઇને પ્રયત્નો કર્યા હતા તો મોટાભાગના લોકોએ બુધવારે અગાસી ઉપર જ ચુલા સળગાવીને રસોઇ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન