ખારો ડેમના ફરી ૨ દરવાજા ખોલ્યા શેત્રુંજીના ૪૪ ગેટ બંધ કરી દેવાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ખારો ડેમના ફરી ૨ દરવાજા ખોલ્યા શેત્રુંજીના ૪૪ ગેટ બંધ કરી દેવાયા

ખારો ડેમના ફરી ૨ દરવાજા ખોલ્યા શેત્રુંજીના ૪૪ ગેટ બંધ કરી દેવાયા

 | 4:21 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર જિલ્લાના જળાશયોમાં ધીમી ગતિએ નવા નીરની આવક જારી રહી છે, આજે ખારો ડેમના ફરી વખત બે દરવાજા ખોલવામાં આવ્યા છે, આ સિવાય પણ પાંચ જળાશયોમાં આવક ચાલું રહી હતી.

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં સતત આવક થવાના લીધે ગઈ કાલે તમામ ૫૯ દરવાજા ખોલાવામાં આવ્યા હતા, દરમિયાનમાં આજે દિવસ દરમિયાન ક્રમશઃ ગેર બંધ કરવામાં આવ્યા હતા, જેમાં સાંજે સવા સાત કલાક સુધીમાં ૪૪ દરવાજા બંધ કરી દેવાયા છે, જેથી હાલમાં કુલ ૧૫ દરવાજા ખુલ્લા છે. જેમાં આજે ૧૫૫૦ ક્યૂસેક આવક સામે ૨૦૦ ક્યૂસેક ડાબા જમણા કાઠામાં તેમજ બાકીનું ૧૩૫૦ ક્યૂસેક પાણી નદીમાં વહી રહ્યું છે.

આ સિવાય પણ ખારો ડેમ ઓવરફ્લો થયા બાદ તેના દરવાજા બંધ કરી દેવાયા હતા, જેમાં ધીમી ગતિએ આવક જારી રહેવાથી આજે ૩૪૪ ક્યૂસેક આવક રહી હતી, તેમજ ડેમના બે દરવાજા બે ફૂટ ખોલાયા હતા, ડેમના કુલ ૧૪ દરવાજા છે. વધુમાં રજાવળ ડેમમાં ૪૬૩ ક્યૂસેક, માલણમાં ૯૩ ક્યૂસેક, હમીરપરા ડેમમાં ૪૩ ક્યૂસેક, બગડ ડેમમાં ૧૮૬ ક્યૂસેક, રોજકી ડેમમાં ૨૪૯ ક્યૂસેકની આવક નોંધાઈ હોવાનું ફ્લડ કન્ટ્રોલના અધિકારી એ.ડી. મકવાણાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;