ખાસવાડી મોક્ષધામની મુલાકાતે મગર આવી જતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ખાસવાડી મોક્ષધામની મુલાકાતે મગર આવી જતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો

ખાસવાડી મોક્ષધામની મુલાકાતે મગર આવી જતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો

 | 2:30 am IST

ા વડોદરા ા

શહેરમાં વિતેલા ૩૬ કલાકમાં મોડી રાત્રે મગરો લટાર મારવા નિકળ્યા હોવાના કિસ્સાઓ નોંધાયા છે. તેવામાં મંગળવારે મોડી રાત્રે ખાસવાડી સ્મશાનમાં મગર આવી ચઢતા સ્મશાનમાં હાજર સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો

શહેરના ખાસવાડી સ્મશાનમાં મંગળવારે મોડી રાત્રે ૧ વાગ્યાના અરસામાં સ્મશાનની ઓફિસ પાસે મગર આવી ચઢયો હતો. જેને જોઈને સ્મશાનમાં ફરજ ઉપર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. કર્મીઓએ ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડ અને જી.એસ.પી.સી.એ સંસ્થાને કરી હતી. જેથી લાશ્કરોની ટુકડી અને સંસ્થાના સભ્યો તથા વન વિભાગના કર્મીઓ ગણતરીના સમયમાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખાસવાડી સ્મશાનની ઓફિસ પાસે આવી પહોંચેલા અઢી ફૂટના મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.   ઉલ્લેખનિય છે કે, સોમવારે મોડી રાત્રે શહેરના ૪ વિવિધ વિસ્તારમાં મગરો આવી ચઢયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;