ખીલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ખીલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો

ખીલ દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો

 | 4:55 am IST

બ્યુટી ક્વેરીઔખ્યાતિ દેસાઈ

ખીલની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેને નજરઅંદાજ ન કરી શકાય. જો તેનો કુદરતી ઉપચાર કરવામાં આવે તો ઘણે અંશે તેનાથી છૂટકારો મેળવી શકાય છે, તો ચાલો જાણીએ ખીલને દૂર કરવાના કુદરતી ઉપાય

એલોવેરા : આમાં પૂરતા પ્રમાણમાં એન્ટિ ઓક્સિડન્ટ્ર્સ હોય છે. રોજ સવારે એલોવેરા જયૂસ પીવાથી ત્વચા સાફ અને ખીલમુક્ત થાય છે. એલોવેરાને માસ્ક તરીકે પણ ચેહાર પર લગાવી શકાય છે.

વરિયાળી : આ કુદરતી સ્કિન ક્લીન્ઝર છે. આ પાચનક્રિયામાં સુધાર લાવે છે અને પેટની બળતરાને ઓછી કરીને ઝેરીલા પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. ખીલવાળી ત્વચા પર વરિયાળીને પાણી સાથે પીસીને લગાવવી અને ૧૫ મિનિટ બાદ ધોઈ નાખો, ઘણો ઔફાયદો થશે.

લસણ : આ સુપરફ્રૂડ છે. ખીલની સમસ્યાથી રાહત આપે છે. જો તેને રોજ કાચું ખાવામાં આવે અથવા સલાડ સાથે ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તેમાં એન્ટિ બેકટેરિયલ તત્ત્વ હોય છે, જે ખીલને વધવા નથી દેતા અને સૂકાવવામાં મદદ કરે છે. ૨-૩ કળી લસણનો ઉપરવાળો ભાગ વાટીને તેને પાણી અથવા એલોવેરા જેલ ભેળવીને ખીલ પર લગાવવાથી ફાયદો થાય છે. એ ધ્યાન રાખો કે લસણને પાણી કે એલોવેરા જેલમાં ભેળવ્યા વગર સીધું ત્વચા પર ન લગાવો.

ઓટમીલ : આ ફાઈબરનો એક યોગ્ય સ્ત્રોત છે, જે પેટને સાફ રાખવામાં મદદ કરે છે. આને પાણી સાથે પકવીને બે ચમચા મધ ભેળવીને ચહેરા પર માસ્કની જેમ લગાવો. આ ત્વચાની બળતરા અને લાલાશ દૂર કરવામાં પણ મદદ કરે છે. ઓટમીલ વિટામિન બીનો સારો સ્ત્રોત છે, જે સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે તણાવના કારણે થનારા ખીલથી છૂટકારો આપે છે.

તાજાં ફળ : નિયમિત રૂપે તાજાં ફળ ખાવાથી ત્વચામાં રક્તસંચાર યોગ્ય રીતે થાય છે. આ રોમ છિદ્રોને સાફ રાખવા માટે ખૂબ જરૂરી છે. તાજા ફળ ખાવાથી ત્વચામાં નવા કોષો બને છે અને તે સાફ સૂથરી અને બેદાગ નજર આવે છે. ત્વચાની હેલ્થ માટે ગાજર,દ્રાક્ષ,દાડમ અને આદું બહુ ફાયદાકારક છે. ગાજરમાં વિટામીન એ અને બીટા કેરાટીન હોય છે, જે ત્વચાને ખીલમુક્ત અને બેદાગ બનાવવામાં મદદ કરે છે.જો ગાજરને રોજના ડાયટમાં ઉમેરવામાં આવે તો ઝડપથી ખીલથી છૂટકારો મળે છે.

ટિપ્સ

  • યોગ અથવા મેડિટ્રેશન કરોઃ આરામની મુદ્રામાં બેસીને ૧૫-૨૦ મિનિટ ધ્યાન લગાવો. ગ્રીનરીવાળી જગ્યાએ બેસીને યોગા કરવાથી ફાયદો થશે.
  • જિમ જાઓ અથવા દોડવાનું પસંદ કરો. વર્કઆઉટ મૂડને સારો કરવામાં મદદ કરે છે.
  • મનપસંદ ગીત સાંભળો અને પરીવાર સાથે સારી ઔપળ વિતાવો.