ખુડદી ગામે ધો.૧થી ૮ની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાથી હાલાકી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ખુડદી ગામે ધો.૧થી ૮ની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાથી હાલાકી

ખુડદી ગામે ધો.૧થી ૮ની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાથી હાલાકી

 | 2:45 am IST

ઓરડા ખરાબ હોઈ શાળા બહાર શિક્ષણકાર્ય કરવા મજબૂર

ઓરડાની છત પરથી ચોમાસા દરમિયાન પાણી ટપકવા લાગે છે

ા દેડિયાપાડા-સેલંબા ા

દેડિયાપાડા તાલુકાના ખુડદી ગામે આવેલી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં છે. ૧૮૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળામાં ઓરડાની ખરાબ હાલતને કારણે શિક્ષકો શાળાની બહાર શિક્ષણકાર્ય કરવા મજબૂર બન્યા છે. શાળામાં વિધાર્થીઓને જીવનું જોખમ છે.

શાળાના ઓરડા વર્ષ ૨૦૦૪ માં બન્યાં બાદ અંત્યત જર્જરિત હાલતમાં હોવાથી ઓરડાની છત પરથી ચોમાસા દરમિયાન પાણી ટપકવા લાગે છે. વિધાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. શાળામાં શિક્ષકો નિયમિત આવે છે. પરંતુ શાળામાં ભૌતિક સુવિધાના અભાવે વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપી શકતાં નથી. ચોમાસા દરમિયાન ગામના અન્ય ઘરમાં વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. ગામના લોકો અને શાળાના શિક્ષકો દ્વારા અનેકવાર રજુઆત કરવા છતાં વર્ષોથી જર્જરિત હાલતમાં આવેલા શાળાની ઇમારત ન બનતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. વાલીઓમાં રોષ ફ્ેલાયો છે. શાળા સમય દરમિયાન શાળાની જર્જરિત કમ્પાઉન્ડ વોલ ધરાશયી થઈ હતી. જો કે, હાલ કોવિડ ૧૯ને કારણે માત્ર ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ હાજર હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. શિક્ષણ વિભાગમાં કેવું અંધેર ચાલે છે. તેનો આ નમૂનો છે. સત્વરે પ્રાથમિક શાળાનું નવું મકાન બનાવવામાં આવે એવી ગ્રામજનોએ માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;