ખુશ ખબર... હાર્ટની સારવાર ટૂંક સમયમાં થશે સસ્તી - Sandesh
  • Home
  • Business
  • ખુશ ખબર… હાર્ટની સારવાર ટૂંક સમયમાં થશે સસ્તી

ખુશ ખબર… હાર્ટની સારવાર ટૂંક સમયમાં થશે સસ્તી

 | 6:03 pm IST

હ્રદયના દર્દીઓ માટે રાહતના સમાચાર છે. એન્જિયોપ્લાસ્ટિક માટે જરૂરી ડિવાઈસ સ્ટેન્ટની કિંમત ડોમેસ્ટીક માર્કેટમાં ટૂંક સમયમાં ઘટી જશે. સરકારે આ બાબતે એક મોટું નિર્ણય લેતા સ્ટેન્ટની બે ક્રેટેગરીને આવશ્યક દવાઓના લિસ્ટમાં સામેલ કરી દીધી છે.
હેલ્થ મેનિસ્ટ્રી દ્વારા બનાવેલ કોર કમિટીના રિપોર્ટ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે સમય સમય પર જરૂરી દવાઓનું લિસ્ટ રિવાઈઝડ કરવામાં આવે છે. જેમાં સામેલ દવાઓ પ્રાઈસ કન્ટ્રોલ હેઠળ આવે છે.

NPPA નક્કી કરશે સ્ટેન્ટની નવી કિંમત
હેલ્થ મિનિસ્ટ્રીનું કહેવું છે કે, ડ્રગ એલ્યુટિવ સ્ટેન્ટ અને બેર મેટલ સ્ટેન્ટને જરૂરી દવાઓના લિસ્ટમાં સામેલ કરી દેવામાં આવ્યા છે. જેથી હવે દેશમાં દવાઓની કિંમત પર નજર રાખનારી એનપીપીએ ચર્ચા વિચારણા કર્યા બાદ નવી કિંમત નક્કી કરશે.

સ્ટેન્ટની ઉંચી કિંમતથી દર્દીઓ હેરાન
ભારતમાં વાપરવામાં આવતા સ્ટેન્ટ મલ્ટીનેશનલ કંપનીઓના હોય છે, જેની કિંમત ઉંચી રહે છે. ખાનગી હોસ્પિટલોમાં સ્ટેન્ટની કિંમતો 1 લાખથી 1.5 લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

સરકારના રિપોર્ટ અનુસાર લગભગ 60 ટકા સ્ટન્ટ પ્રોસિઝર ખાનગી હોસ્પિટલોમાં હોય છે. સરકારી હોસ્પિટલોમાં સરકારે લઘુત્તમ 22 હજાર રૂપિયાની કિંમત નક્કી કરી છે. પરંતુ તે સેકન્ડ કે થર્ડ જનરેશનના છે. જ્યારે માર્કેટમાં હવે નવા જનરેશનના સ્ટેન્ડ આવી ગયા છે, જેની ગ્રાહકો માંગ કરે છે અને તેની કિંમત ઉંચી હોય છે.

કિંમત નક્કી કર્યા બાદ નહી ચાલે મનમાની
હેલ્થ મિનિસ્ટ્રીના એક સીનિયર ઓફિસરે જણાવ્યું હતું કે, સમસ્યા તે પણ છે કે કેટલીક ખાનગી હોસ્પિટલ એમઆરપીના હિસાબે સ્ટેન્ટની કિંમત લેતી હોય છે. જ્યારે હોસ્પિટલોના ડિસ્ટ્રીબ્યુટર્સ પાસેથી એમઆરપી કરતાં ઓછી કિંમતે મળી જાય છે. એકવાર સ્ટેન્ટની કિંમત નક્કી થઈ જશે તે પછી તે ફિક્સ પર મળશે.

પ્રતિવર્ષે વધી રહી છે સ્ટેન્ટની કિંમત
ભારતમાં હાર્ટની બીમારીની સાથે દર વર્ષે સ્ટન્ટની કિંમત વધી રહી છે. નેશનલ ઈન્ટરવેન્શનલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર 2014માં અંદાજે 4.73 લાખ સ્ટેન્ટનો ઉપયોગ થયો હતો.