ખેડૂતોને ડુંગળીની સબસીડી નહીં મળ્યાની રજૂઆત - Sandesh
  • Home
  • Bhavnagar
  • ખેડૂતોને ડુંગળીની સબસીડી નહીં મળ્યાની રજૂઆત

ખેડૂતોને ડુંગળીની સબસીડી નહીં મળ્યાની રજૂઆત

 | 1:49 am IST

ભાવનગરના ચિત્રા સ્થિત માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી વેંચનાર ખેડૂતોને મળવાપાત્ર સબસીડી છેલ્લા એક વર્ષથી સરકારે નહીં ચૂકવેલ હોવાની રજૂઆત સાથે ભાવનગર જિલ્લા કિસાન ખેત-મઝદૂર કોંગ્રેસના પ્રમુખ ભીખાભાઈ જાજડિયા, ધારાસભ્યો કનુભાઈ બારૈયા, પ્રવિણભાઈ મારૃ અને આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવાયું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ભાવનગર યાર્ડમાં ડુંગળીની સબસીડી માટે ૧૩ હજાર અરજીઓ થઈ છે. જ્યારે તળાજા અને પાલિતાણા માર્કેટીંગ યાર્ડમાં પણ અરજીઓ થયેલ છે ત્યારે સત્વરે આ ખેડૂતોને ડુંગળીની સબસીડી ચૂકવવી જોઈએ.