ખેતાટીંબીના બે શખસને એટ્રોસિટી એક્ટ મુજબ ૧ વર્ષની કેદની સજા - Sandesh
  • Home
  • Bhavnagar
  • ખેતાટીંબીના બે શખસને એટ્રોસિટી એક્ટ મુજબ ૧ વર્ષની કેદની સજા

ખેતાટીંબીના બે શખસને એટ્રોસિટી એક્ટ મુજબ ૧ વર્ષની કેદની સજા

 | 12:09 am IST

ભાવનગર, તા.૧૯

વલભીપુર તાલુકાના ખેતાટીંબી ગામે રહેતા બે શખસોએ ગામના જ એક અનુસુચિત જાતિના પ્રૌઢને માર મારી જ્ઞાાતિ વિશે અપમાનિત શબ્દો કહ્યા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર કેસ ભાવનગરની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે બે આરોપીને ૧ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ વલભીપુરના ખેતાટીંબી ગામે રહેતા અનુસુચિત જાતિના દુદાભાઈ કાળાભાઈ બાબરિયાના પૌત્ર ઉમેશને તે જ ગામે રહેતો મુન્ના ડાયાભાઈ મકવાણા નામના શખસ સાથે ગત તા.૨૩-૦૫-૨૦૧૫ના રોજ માથાકુટ થઈ હતી. જે બબાલનું બન્ને પક્ષે ઘરમેળે સમાધાન પણ કરી નાંખવામાં આવ્યું હતુ. પરંતુ આ બાબતની દાઝ રાખી મુન્નાભાઈ મકવાણાના સબંધી સુરેશ ખીમાભાઈ મકવાણા અને બીજલ લખમણભાઈ મકવાણા (રહે, બન્ને ખેતાટીંબી)એ ગત તા.૨૬-૦૩-ર૦૧૫ના રોજ દુદાભાઈ બાબરિયા ગામમાં આવેલ ભોળાનાથજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે ઉપરોક્ત બન્ને શખસે મંદિરમાં દર્શન કરવા નહીં આવવવાનું કહી. મંદિરમાંથી નીચે ઉતારી દઈ લાકડી અને ધોકા વડે માર મારી મારી નાંખવાની ધમકી મુંઢમાર મારી જ્ઞાાતિ વિશે હડધૂત કર્યો હતા.

જે બનાવ અંગે દુદાભાઈ બાબરિયાએ સુરેશ મકવાણા અને બીજલ મકવાણા વિરૃધ્ધ વલભીપુર પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ તથા અનુસુચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટની કલમ ૩ (૧), (૧૦) તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધાવ્યો હતો. આ અંગેનો કેસ આજે મંગળવારે ભાવનગરના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ અને સ્પેશ્યલ જજ આર.કે.દેસાઈની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વિનયકુમાર ઓઝાની ધારદાર દલીલો, આધાર-પુરાવા અને સાક્ષીઓને તપાસીને જજ આર.કે.દેસાઈએ બન્ને આરોપી સુરેશ મકવાણા તેમજ બીજલ મકવાણાને તકસીરવાન ઠેરવી એટ્રોસિટી એક્ટ મુજબ એક વર્ષની સખ્ત કેદની સજા તેમજ આરોપીઓને રૃ.૫૦૦નો દંડ. જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદ, ઈ.પી.કો. ૩૨૩ મુજબ ત્રણ માસની સજા અને રૃ.ર૦૦નો દંડ, આઈપીસી ૫૦૪ મુજબ ત્રણ માસની સજા અને રૃ.ર૦૦નો દંડ તેમજ જીપીએક્ટ ૧૩૫ મુજબ ૪ માસની સજા અને રૃ.૧૦૦નો દંડ ફટકાર્યો હતો.