ખોખરાઉંમર રામદેવપીરની જન્મ જયંતી ઉજવાઇ કરાઇ ડુંગરમાં ઠાકરધણીના પાળિયાની પણ પૂજા - Sandesh
  • Home
  • Baroda
  • ખોખરાઉંમર રામદેવપીરની જન્મ જયંતી ઉજવાઇ કરાઇ ડુંગરમાં ઠાકરધણીના પાળિયાની પણ પૂજા

ખોખરાઉંમર રામદેવપીરની જન્મ જયંતી ઉજવાઇ કરાઇ ડુંગરમાં ઠાકરધણીના પાળિયાની પણ પૂજા

 | 2:30 am IST

ભજનિક કલાકારો દ્વારા ભજન કીર્તન યોજાયા

। દેડિયાપાડા ।

દેડિયાપાડાના ખોખરા ઉંમર ખાતે આવેલા રામદેવજી પીરના મંદિરે આજે તા. ૧૧-૯-૧૮ને મંગળવારના રોજ ભાદરવા સુદ બીજ એટલે રણુજાના બાબા રામદેવપીરનો જન્મ દિવસ – રામદેવ પીરની જન્મ જયંતીની ભક્તિ ભાવથી ઉજવણી મારવાડી સમાજ, ભરવાડ સમાજ અને અન્ય ભક્તો દ્વારા કરવામાં આવી હતી.

રામદેવજીના મંદિરને સજવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા રામદેવજી મહારાજની દિવો, અગરબત્તી, પ્રસાદ, નાળિયેર, ધુપ- દિપ, ફુલમાળાઓથી પૂજા – અર્ચના કરવામાં આવી હતી. માનવ મહેરામણ બાબા રામદેવપીરના દર્શન કરવા ઉમટી પડયો હતો. રામદેવપીર મંદિરના ઔમહંત પુ. ભગવાનદાસજી મહારાજ અને પુ. મહંત ગીરીશદાસજી મહારાજ દ્વારા બાબા રામદેવપીરના પરચાઓ અને તેમનું મહત્વ પણ સમજાવ્યું હતું.

આ પ્રસંગે ભજનીક કલાકાર અંબુભાઇ અને તેમની મંડળીએ રામદેવપીરના ભજનો, પરચાઓ વાળા ભજનો, રામદેવપીરનો હેલો સંભળાવી વાતાવરણ રામદેવમય બની ગયું હતું. મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ આવેલી ભજન મંડળીએ રામદેવપીરના ભજનો લલકારી ભક્તોને તન્મય કી દીધા હતા.  તેમજ નજીકમાં આવેલા ડુંગરમાં ઠાકરધણી (કૃષ્ણ)ના પાળિયાની પણ પૂજા અર્ચના કરવા લોકો ઉમટી પડયા હતા.

;