ખોટા મેસેજ વાઇરલ કરતા ત્રણ યુવાનોની ધરપકડ કરાઈ - Sandesh
  • Home
  • Newspaper
  • ખોટા મેસેજ વાઇરલ કરતા ત્રણ યુવાનોની ધરપકડ કરાઈ
 | 3:03 am IST

 

। ગોધરા ।

કોરોના અંગે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરવા બાબતે મોરવા હડફ્ પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી છે.

મોરવા હડફ્માં અલગ-અલગ ગ્રુપમાં તાલુકાના ત્રણ ગામોમાં કોરોનાથી ત્રણ વ્યક્તિઓના મોત થયા અંગેના ખોટા મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે બે યુવકો સામે લાલ આંખ કરી અન્ય લોકો આવી પ્રવૃત્તિ ન કરે એ માટે ૪ એપ્રિલના રોજ બે યુવકો જાહેરનામા ભંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ફ્રિયાદ નોંધી હતી. જેમાં પોલીસ અલ્પેશ બાબુભાઇ ડાભી,ખેડાપા અને હસમુખ ઉફ્ર્ેલાલો લક્ષમણ ભાઈ પટેલ, ખૂંઘરની ધરપકડ કરી મોબાઈલ કબ્જે લઈ તપાસ કરી હતી.દરમિયાન અન્ય એક યુવક કમલેશ રવેસિંહ ડામોર,સુલીયાત દ્વારા પણ ઉક્ત મેસેજ વાયરલ કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતાં પોલીસે તેની પણ ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન