ખોડલધામ ટ્રસ્ટી ૫રના હૂમલામાં એક પોલીસ અધિકારીની 'કુદાકુદ' ! - Sandesh
  • Home
  • Newspaper
  • ખોડલધામ ટ્રસ્ટી ૫રના હૂમલામાં એક પોલીસ અધિકારીની ‘કુદાકુદ’ !

ખોડલધામ ટ્રસ્ટી ૫રના હૂમલામાં એક પોલીસ અધિકારીની ‘કુદાકુદ’ !

 | 12:21 am IST

  • સમાધાન કરાવી દેવા પ્રયાસો કરાતા હોવાની વાત

રાજકોટ : ભક્તિનગર સર્કલ નજીક ગીતાંજલી સોસાયટીમાં રહેતા ખોડલધામના ટ્રસ્ટી અને ખજાનચી એવા વ્યવસાયે સી.એ. ચિરાગ શિયાણી પર સંક્રાતના દિવસ ગાયત્રીનગર મેઈનરોડ પર પોલીસમેન રામ વાંક અને નામચીન અજય બોરીચાએ કરેલા હૂમલાના બનાવમાં આરોપીઓ ત્રણ દિવસ વીત્યે પોલીસને હાથ લાગ્યા નથી. બીજી તરફ એક પોલીસ અધિકારી દ્વારા *વચેટીયા*ની ભુમિકા ભજવી સમાધાનના પ્રયાસો ચાલુ કરાયાનું ચર્ચાઈ રહ્યું છે.
ટ્રસ્ટી ચિરાગ શિયાણી પોતાની આઠ વર્ષની પુત્રીને લઈને નીકળ્યા હતા ત્યારે પાછળથી કાર અથડાવીને પુત્રીની નજર સામે જ ચિરાગ પર હૂમલો કર્યો હતો. ઘટનાના પગલે ખોડલધામમાં રોષ પ્રવર્ત્યો હતો અને બંને સામે ભક્તિનગર પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી. તપાસનીસ પોલીસ સુત્રોએ બંનેના ઘરે તપાસ કરાઈ રહી છે પરંતુ હાથ લાગતા ન હોવાનું કથન કર્યું છે. રૂખોડલધામના જ હોદેદાર સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ શહેર પોલીસમાં મહત્વનો હોદો ધરાવતા એક ઉચ્ચ અધિકારી સમગ્ર મામલે સમાધાન કરાવી દેવા વચેટીયાની ભુમિકા ભજવવા માટે બે દિવસથી કુદાકુદ કરી રહ્યા છે. ખોડલધામ સાથે સંકાળાયેલા કેટલાક ઉચ્ચ હોદેદારોને મનાવી ચિરાગભાઈ સાથે સમાધાન થઈ જાય તેવી મથામણમાં પડયાનું ચર્ચાઈ રહ્યું છે.
જો સત્ય હોય તો અધિકારીએ પોતાના અંતર આત્માને પુછવંુ રહ્યું કે તેઓ ખુરશી પર સમાધાન માટે બેઠા છે કે કાયદોને વ્યવસ્થાની જાળવણી, *ક્રાઈમ*ની સ્થિતિ કંટ્રોલ કરવા ? બીજી બાજુ ખોડલધામના હોદેદારોમાં ત્રણ દિવસ બાદ પણ પોલીસે કોઈ એકશન ન લીધાનો રોષ પ્રવર્ત્યો છે. ખોડલધામના મુખિયા બહારગામથી આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશેની પણ ચર્ચા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન