ખોવાતા બાળકોમાં સુરત રાજ્યમાં મોખરે - Sandesh
  • Home
  • Newspaper
  • ખોવાતા બાળકોમાં સુરત રાજ્યમાં મોખરે

ખોવાતા બાળકોમાં સુરત રાજ્યમાં મોખરે

 | 3:30 am IST

  • રાજ્યમાં સુરતના લિંબાયત અને પાંડેસરા સહિત ૮ પોલીસ સ્ટેશન ટોપ-૧૦માં
  • પરપ્રાંતીયોથી ઉભરાતા વિસ્તારોમાંથી બાળકોના લાપતા થવાનું વધતું પ્રમાણ ચિંતાજનક

ા સુરત ા
પરપ્રાંતીયોથી ઉભરાતા સુરત શહેરમાં ગુનાખોરી વધવા સાથે બાળકો ગૂમ થવાના બનાવોએ પણ પોલીસને પડકાર ફેંક્યો છે. ચારેક વર્ષ પહેલાં પોલીસ તંત્રએ મીસિંગ બાળકોના રજૂ કરેલા ડેટામાં સૌથી વધુ બાળકો સુરત શહેરમાંથી ગૂમ થયા હોવાનો ખુલાસો થયો હતો. એક તરફ બાળકોને ગુનાખોરી, નશા કે શોષણના રવાડે ચઢાવવા સુવ્યવસ્થિત ઢબે ચાઇલ્ડ ટ્રાફિકિંગનું રેકેટ ચાલી રહ્યું છે ત્યારે શહેરમાંથી લાપતા બાળકોની વધી રહેલી સંખ્યા સમાજ તેમજ પ્રશાસન માટે ચિંતાજનક છે.
તાજેતરમાં સીઆઇડી ક્રાઇમના મીસિંગ સેલે વર્ષ ૨૦૦૭થી માર્ચ ૨૦૧૯ સુધી રાજ્યના ગૂમ બાળકોના ડેટાનું એનાલિસીસ કર્યુ હતુ. જેમાં પણ સુરત અંગે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. સમગ્ર રાજ્યના શહેર-જિલ્લામાં અંદાજે ૬૫૦ પોલીસ મથકો આવેલા છે. જે પૈકી સૌથી વધુ બાળકો ગૂમ થતા હોય તે ટોપ-૧૦ પોલીસ મથકોમાં સુરત શહેરના જ ૮ પોલીસ મથક હોવાનું બહાર આવ્યું છે. પરપ્રાંતીયોની વસતીથી ઉભરાતા લિંબાયત, પાંડેસરા, વરાછા, કાપોદ્રા, કતારગામ, અમરોલી, ઉધના, ચોકબજાર પોલીસ સ્ટેશનોમાંથી સૌથી વધુ બાળકો ગૂમ થયા છે. આ ઉપરાંત અમદાવાદના નરોડા પોલીસ મથક અને વાપી પોલીસ મથકનો પણ મીસિંગ બાળકોના ટોપ-૧૦ના લિસ્ટમાં સમાવેશ થાય છે.
– ઝ્રૈંડ્ઢએ સુરતમાં ખોવાયા બાદ મળેલા ૧૦૦ બાળકો શોધી ડેટા સુધાર્યો
સીઆઇડી ક્રાઇમનો મિસિંગ સેલ ગુમ બાળકોને શોધવા દર મહિને રાજ્યના અલગ-અલગ શહેર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઇવ ગોઠવે છે. જે અંતર્ગત ગત સપ્તાહે સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી ચૌધરીની આગેવાનીમાં ૭-૮ અધિકારીઓની ટીમે સુરતમાં મીસિંગ બાળકો અંગે ડ્રાઇવ કરી હતી. પાંચ દિવસ સુરત શહેરમાં ધામા નાંખનાર સીઆઇડીની ટીમે લાપતા ૧૦૦ બાળકોને શોધી કાઢયા હતા. હકીકતમાં, શહેરના પોલીસ મથકોના ચોપડે બાળકો ગુમ
થયાની ફરિયાદ નોંધાયા બાદ સમયાંતરે બાળકો પરિવારને મળી ગયા હોવા છતાં સ્થાનિક પોલીસની આળસ કહો કે લાપરવાહીના કારણે ઓનપેપર આ બાળકો ગુમ જ બોલતા હતા. સીઆઇડી ક્રાઇમની ટીમે સુરતમાં ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ (હ્લહ્લઉઝ્ર)ના સભ્યો પીયૂષ શાહ, કૌશિક રાણા વિગેરેની મદદ લઇ આ અંગે વર્કઆઉટ કહો કે ખરાઇ કરતા શહેરના ૮ પોલીસ મથકના ૪૬૨ મીસિંગ બાળકોમાંથી ૧૦૦ જેટલાં બાળકો પરિવારને મળી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આમ, હવે શહેરના ૮ પોલીસ મથકના ૩૬૦ જેટલાં જ બાળકો લાપતા હોવાનું સીઆઇડીના સૂત્રોનું કહેવું છે.
ગુમ બાળકોને શોધવા સીઆઇડી ક્રાઇમની ટીમ નિયમિત ડ્રાઇવ ગોઠવે છે. જે તે શહેર કે જિલ્લામાં જઇ સ્થાનિક પોલીસની મદદ લઇ ગુમ બાળકોને શોધવાના પ્રયત્નો કરવામાં આવે છે. સુરતમાં બાળકો ગૂમ થવાના બનાવો ચિંતાજનક છે. પરપ્રાંતીયો રહેતા હોય તે વિસ્તારોમાંથી બાળકો વધુ ગુમ થતા હોય છે. તાજેતરમાં સીઆઇડી ક્રાઇમની ટીમે સુરત જઇ સ્થાનિક પોલીસ સાથે સંકલનમાં જઇ બાળકોને શોધી કાઢવા અભિયાન ચલાવ્યું હતંુ એમ પણ તેમણે ઉમેર્યુ હતંુ.-  આશિષ ભાટિયા (ડીજીપી, સીઆઇડી ક્રાઇમ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;