ગણપતિ વિસર્જન એટલે નવસર્જનની શરૃઆત  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • ગણપતિ વિસર્જન એટલે નવસર્જનની શરૃઆત 

ગણપતિ વિસર્જન એટલે નવસર્જનની શરૃઆત 

 | 12:30 am IST
  • Share

 સર્જન સાથે વિસર્જન સમાન રૃપે છે. પ્રત્યેક દેહધારી જીવમાં મૂલાધારસ્થિત પ્રવણ- ઓમકાર સ્વરૃપ ગણેશજીનું હોવું અનાદિકાળથી નિિૃત છે તેમ વિસર્જન પણ નિર્ધારિત છે. ભગવાન ગણેશ વિદાય લેશે તો જ આવતા વર્ષે વહેલા વહેલા આ ઉત્સવ માણવા આવવાનું આમંત્રણ સ્વીકારી શકશે. ગણપત્યથર્વશીર્ષમાં કહ્યું છે કે ગણપતિ તો ઁ કાર સ્વરૃપ પરબ્રહ્મ પરમાત્માનાં બે સ્વરૃપ છે. સાકારઅને નિરાકાર‘. સાકાર (રૃપ રંગ-આકારવાળા) સ્વરૃપની પૂજા માટે ભૌતિક માધ્યમ ર્મૂિતની આવશ્યક્તા રહે છે, પરંતુ નિરાકારની ભક્તિ માટે કોઈ માધ્યમની જરૃર નથી. ર્મૂિતરૃપે ગણપતિના સાકાર સ્વરૃપનું વિસર્જન થાય છે, નિરાકાર સ્વરૃપનું નહીં. નિરાકાર તો સચરાચર વ્યાપી છે, અનંત-અખંડ છે. જે હંમેશ આપણા મૂળાધાર એ ક્યાંય જતા નથી, પરંતુ સ્થાપન કરેલી પેલી ગજાનનની ર્મૂિત, એ ઉત્સવનું વાતાવરણ અને ચહલપહલ વિદાય લે છે.

ગણેશ-ર્મૂિતનું જળમાં વિસર્જન કેમ કરાય છે? આના ઉત્તરમાં કહી શકાય કે સર્જનની પ્રક્રિયામાં પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને અગ્નિ પાંચ તત્ત્વોમાં જળ મુખ્ય ભાગ ભજવે છે. પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રના જળમાંથી કુર્માવતારી ભગવાન વિષ્ણુએ પૃથ્વીને પીઠ ઉપર ઊંચકીને બહાર કાઢી છે અને એ જ પૃથ્વી પુનઃપ્રલયકાળે જળમાં નિમગ્ન થઈ જાય છે. જેમાંથી સર્જન થયું હોય એમાં જ વિસર્જન થાય છે. શિવના પુત્ર ગણેશનો જન્મ પણ પાર્વતીના સ્નાન-જળમાંથી થયો છે. તેથી ગણપતિનું સર્જન પણ જળમાંથી થયેલું ગણાય અને તેથી જ તેમનું વિસર્જન પણ જળમાં કરાય છે.

આવા પરમ વિવેકી, સુબુદ્ધિશાળી, રિદ્ધિ-સિદ્ધિના દાતા અને હંમેશાં લાભ શુભકર્તા ભગવાન ગણેશની સ્થાપના ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક આપણે સૌએ તેમની જન્મતિથિએ કરી યથાયોગ્ય પૂજન-અર્ચન તથા વિવિધ પ્રકારના નૈવેદ્ય અર્પણ કરીને વિઘ્નેશ્વરાય નમો નમઃ ના મંત્રથી પૂરા દસ દિવસ આપણે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગજાનનની આરાધના શ્રદ્ધાપૂર્વક કરી. હવે આ દસ દિવસ ભક્તિમય વીતી ગયા પછી આપણી સમક્ષ આવીને ઊભી રહી છે વિનાયક અનંત ચૌદશ, ભગવાન ગજાનનની આરાધનાના અત્યાનંદમાં આ ક્ષણો આપણી સૌની આંખોને ભીંજવી જાય છે, કારણ કે આપણને મંગલર્મૂિત ગજાનનનું સાંનિધ્ય છોડવું ગમતું નથી. સાંસારિક દુઃખોના નાશ માટે જેમનું સ્થાપન કરી આપણે જેની પૂજા-અર્ચના-આરાધના કરી તેવા દુંદાળા દેવ શ્રીગણેશનું વિસર્જન કરી તેમને વિદાય આપવા આપણું મન રાજી થતું નથી, પરંતુ સૃષ્ટિમાં જે કંઈ દૃશ્યમાન છે, જેનું પણ સર્જન થયું છે તેનું એક દિવસ વિસર્જન ચોક્કસ થાય છે. જો સર્જન સાથે વિસર્જન ન હોય તો પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ જાય માટે ઈશ્વરે જે કંઈ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદ્ભુત સંકેત રહેલો છે.

ભગવાન ગણેશ પણ પોતાના ભક્તોને ફ્રી વાર આવવાનું અને ફ્રી વાર ભક્તો વચ્ચે દસ દિવસ રહી ઉત્કૃષ્ટ આનંદમાં સહભાગી થવાનું વચન અને વરદાન આપી ભક્તિથી આદર અને સન્માનપૂર્વક વિદાય લે છે. ત્યારે વિસર્જનની આ ક્ષણો ખરેખર ગમગીન હોય છે. ભક્તોને મન અંગત સ્વજન ગુમાવ્યા જેટલો જ અહેસાસ થાય છે અને એટલે જ વિસર્જનની આ ક્ષણો આંખને ભીની કરી નાંખે છે. ગણપતિ બાપા મોરયા અગલે બરસ તું જલ્દી આ…ના નાદથી અવકાશ ભરાઈ જાય છે. કન્યાવિદાય જેવો ગણેશ વિદાયનો પ્રસંગ ઉત્કૃષ્ટ ભક્તિ પ્રસંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભગવાન ગજાનન પણ ફ્રી આવવાના વચનની મીઠી યાદ, ભક્તોની ઉદાસીનતાને દૂર કરી પ્રસન્નતા બક્ષે છે, ને ફ્રી વાર એક વર્ષ સુધી ભક્તજનોને ગજાનનની ભક્તિમાં વિતેલા દિવસો પછી ફ્રીવાર ગણેશ ચતુર્થી આવે છે ને ગજાનનનું સ્થાપન થાય છે અને ફ્રીવાર ગજાનન ભક્તોના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે.

ઈ.સ.૧૮૯૩ની સાલમાં લોકમાન્ય તિલકે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવને સાર્વજનિક-રાષ્ટ્રીય તહેવારનું રૃપ આપ્યું પરંતુ સમય જતાં આ સામાજિક તહેવાર ર્ધાિમક વિધિ-વિધાન અને રિવાજોની જડતામાં ઘેરાઈ ગયો. અહ્મ ઓગાળીને પ્રજાની એકતા સાધવા, રાષ્ટ્રભક્તિ સાધવા માટેનો આ તહેવાર વધુ ઊંચી ર્મૂિત, વધુ ભપકાદાર શણગાર અને ખોટા ખર્ચા, ગણેશ ઉત્સવ મંડળને વધુ ને વધુ આવક થાય એવા કાર્યક્રમોમાં ઘેરાઈ ગયો. શરૃઆત માટીની ર્મૂિતઓથી થઈ હતી, પરંતુ સમય જતાં પ્લાસ્ટર ઓફ્ પેરિસની ર્મૂિતઓનું ચલણ વધુ ને વધુ શરૃ થયું. વિસર્જનના દિવસે દરિયા, સરોવર, તળાવ કે નદીકાંઠે ભીડ વધવા માંડી. મોટી-મોટી ર્મૂિતઓને ટ્રકમાંથી ઉતારવા, ક્રેઇન વડે હિલચાલ કરાવવાનો સિલસિલો જોવા મળ્યો. વિસર્જન કર્યા બાદ પ્લાસ્ટર ઓફ્ પેરિસ પાણીમાં ઓગળતું ન હોવાથી બીજા-ત્રીજા દિવસે ર્મૂિતઓના તૂટેલા ભાગો કાંઠે તણાઈ આવતા હતા. આ દૃશ્યો જાહેર જનતાને લાગણીઓ દુભાવનારાં હોવાથી માટીની ર્મૂિતઓની તરફ્ેણમાં ચર્ચા ચાલી. વિવિધ માધ્યમોથી જાહેર જનતામાં જાગૃતિ ફ્ેલાઈ ને માટીની ર્મૂિતઓનું ચલણ વધવા માંડયું.

છેલ્લાં દોઢ વર્ષથી ભારતભરમાં કોરોના મહામારીને પગલે ઊભી થયેલી વિકટ પરિસ્થિતિને કારણે જાહેરમાં ગણેશ ઉત્સવ સરકારશ્રીની કોરોનાની ગાઈડલાઈન અનુસાર આનંદપૂર્વક ઊજવાઇ રહ્યો છે. મોટા ભાગના ગણેશ ભક્તોએ પોતપોતાનાં ઘરે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની ર્મૂિતની સ્થાપના કરી છે. કોરોના સંકટ વચ્ચે પ્રકૃતિ પ્રત્યે આપણી જવાબદારી વધી જાય છે ત્યારે આપણી ર્ધાિમક લાગણી પણ ન દુભાય અને ગણેશજીના વિસર્જનની ગરિમા પણ જળવાઈ રહે તે હેતુથી ઘરમાં જ વિસર્જન કુંડ બનાવીને ઘરમાં જ ભગવાન ગણેશજીની ર્મૂિતનું વિસર્જન કરવાની પ્રતિજ્ઞાા લીધી છે. જેથી ગણેશજી પ્રત્યેની આસ્થા પણ જળવાઈ રહેશે અને પ્રકૃતિ પણ પ્રદૂષિત થતા બચી જશે.   –

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન