ગણેશજીના આ 10 નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ - Sandesh
  • Home
  • Astrology
  • ગણેશજીના આ 10 નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ

ગણેશજીના આ 10 નામ રોજ બોલવાથી થશે દરેક મનોકામના પૂર્ણ

 | 11:31 am IST

ભગવાન શ્રી ગણેશ આદિદેવ છે જેઓ ભક્તોના સંકટ ઝડપથી હરી લે છે. તેમની સાધના પણ ઝડપથી ફળ આપે છે. ભગવાનને દુર્વા અતિપ્રિય છે, તેમને પૂજામાં દુર્વાનો ઉપયોગ અચુકપણે થાય છે.  રોજ જો તેમના 10 નામનો જાપ કરવામાં આવે તો પણ ગણેશજી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

આવી રીતે કરવી ગણેશજીની પૂજા

આ પૂજા તમે કોઈપણ શુભ દિવસે શરૂ કરી શકો છો. ગણેશજી પ્રતિષ્ઠિત પ્રતિમા પર આ પૂજા કરવી. પૂજા માટે 21 દુર્વા લઈ નીચે દર્શાવેલા નામ લઈ ગણેશજીને ગંધ, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ, પ્રસાદ અર્પણ કરી એક એક નામ લેતા લેતાં ગણેશજીને દુર્વા ચડાવવી. આ પૂજા પ્રતિદિન શ્રદ્ધાપૂર્વક કરવી, તમે થોડા જ દિવસોમાં અનુભવશો કે ગણેશજી તમારી મનોકામના થોડા જ દિવસોમાં પૂરી કરી દેશે.

ગણેશજીના દસ નામ
1. ॐ ગણાધિપાય નમ:
2. ॐ ઉમાપુત્રાય નમ:
3. ॐ વિધ્નનાશનાય નમ:
4. ॐ વિનાયકાય નમ:
5. ॐ ઈશપુત્રાય નમ:
6. ॐ સર્વસિદ્ધિપ્રદાય નમ:
7. ॐ એકદન્તાય નમ:
8. ॐ ઈભવક્ત્રાય નમ:
9. ॐ મૂષકવાહનાય નમ:
10. ॐ કુમારગુરવે નમ: