ગણેશજીનો જન્મ મધ્યાહને થયો હોઈ બપોરે પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત - Sandesh
  • Home
  • Bhavnagar
  • ગણેશજીનો જન્મ મધ્યાહને થયો હોઈ બપોરે પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત

ગણેશજીનો જન્મ મધ્યાહને થયો હોઈ બપોરે પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત

 | 1:45 am IST

। ભાવનગર ।

તા.૧૩ સપ્ટેમ્બર અને ગુરૃવારે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણપતિદાદાની પધરામણી અને સ્થાપનના શુભ મુહૂર્ત વિશે જ્યોતિષી ડો.કૌશલ્યાબહેન દેસાઈએ જણાવ્યું હતું કે, ગણપતિ ઘરે લાવવાનો ૧ર સપ્ટેમ્બર ર૦૧૮ના રોજ શુભ સમય ૧૧-૩૦ થી ૧ર-૩પ, લાભ સમયે સાંજે ૧૭-૦૯ થી ૦૬-૪૦ સુધીના સમયમાં ગણપતિની ઘરે પધરામણી શ્રેષ્ઠ ગણી શકાય છે. રાત્રીના ર૦-૦૯ કલાકથી ર૩-૦૬ કલાક સુધી લોકો જાતેજ પોતાના ઘરે કે અન્ય સ્થળે ગણપતિનું સ્થાપન કરી શકે છે. ૧૩ સપ્ટેમ્બરના ગુરૃવારે શુભ સમય ૦૬-ર૯ થી ૦૮-૦૦ તેમજ લાભ સમય છે. તેમજ લાભ ૧ર-૩પ થી ૧૪-૦૮ સમય ઉત્તમ માની ગણાય.

ગણેશ ચતુર્થીના દિને માધ્યાન સમયને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે ભગવાન ગણેશજીનો જન્મ માધ્યાનકાળમાં થયો હતો એટલે કે બપોરે ૧૪-૦૬ થી ૧પ-૩૭ કલાક. જે પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે.

આ તહેવારને પૂરી ભક્તિ સાથે ઉજવવામાં આવે છે લોકો ઘરમાં માટીની ર્મૂિત લાવી અને તેનું સ્થાપન કરી કરે છે.

ગણેશ ઉત્સવ એ દસ દિવસનો તહેવાર છે જેમાં ગણપતિની માટીની ર્મૂિત લાવી દસ દિવસ સુધી ઘરમાં સ્થાપન કરીને તેમાં પૂજા પાઠ કરી મંત્રોચ્ચાર, ફૂલો અને પ્રસાદી ધરી કરવામાં આવે છે.

પ્રસાદીમાં ગોળ, નારિયેળ અને ચોખાના લોટમાંથી બનાવેલા મોદક બનાવવામાં આવે છે. પ્રસાદીમાં પેંડાનો પણ ઉપયોગ કરી શકાય છે. પરંતુ ગણેશજીને મોદક સૌથી પ્રિય હોવાથી પ્રસાદીમાં મોદક વધુ ઉત્તમ ગણાય છે. પૂજાની જો વાત કરીએ તો સૌપ્રથમ ગણપતિને ઘરમાં લાવી તેને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ધરો વડે પૂજા કરી અને ગણપતિને ફૂલ અથવા લાઈટના ડેકોરેશન સાથે મંદિરને સજાવવામાં આવે છે. પૂજા કરી પ્રસાદ ધરાવી વૈદિક મંત્રોચાર કરવામાં આવે છે.

શિવની ઉપાસના સાથે ગણપતિના પગની સૌપ્રથમ પૂજા કરી શરૃઆત કરવામાં આવે છે અને ગણેશ પૂજામાં મુખ્યત્વે અથર્વ શીર્ષ થી અભિષેક કરવામાં આવે છે. જે અથર્વ શીર્ષની શરૃઆત ‘ઓમ નમો ગણપતયે ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી…”ના શ્લોક સાથે કરવામાં આવે છે તેમજ તેમની વિવિધ સ્તુતિ અને આરતી પણ કરવામાં આવે છે. ગણેશજીના ઢોલ નગારા પખવાજ, કરતાલ સાથે દસ દિવસ સુધી પૂજા અર્ચના કરી અને તેને ધામધૂમથી પોતાના ઘરમાં સ્થાપન કરવામાં આવે છે.

સ્થાપનમાં દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને ૧૦ દિવસ સુધી સ્થાપન કરી શકાય છે. હિન્દુ તહેવારમાં ગણેશ ભગવાનને જીવનમાં આવતા અવરોધ દૂર કરવાની અને ગાણિતીક જ્ઞાાન અને બુદ્ધિના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લલિત કલાઓના સ્વામી છે.

ખાસ નૃત્ય, ગાયન, વાદન તેમને અતિ પ્રિય છે. વેદ પુરાણોમાં, પૂરા તત્વોમાં પણ ગણેશજીની લોકપ્રિયતા જોવા મળે છે. પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી સદીના સમયમાં પણ વેદપુરાણોમાં ગુફાઓમાં અને મંદિરોમાં તેમના ચિત્રો જોવા મળે છે.

બૌદ્ધ, જૈન ધર્મના મંદિરોમાં અને ગુફાઓમાં આજે પણ કરવામાં આવેલી કોતરણીઓમાં ગણેશજીની ર્મૂિતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.

;