ગત સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય દ્વારા દરખાસ્ત કરાઇ હતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગત સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય દ્વારા દરખાસ્ત કરાઇ હતી

ગત સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય દ્વારા દરખાસ્ત કરાઇ હતી

 | 2:30 am IST

ફાઇન આર્ટસ ફેકલ્ટીમાં આર્ટ ગૅલેરીને મંજૂરી

દરખાસ્તને પ્રાથમિક મંજૂરી આપી તેનાં અમલ માટે ખાસ કમિટી બનાવાઇ

ા વડોદરા ા

એમએસ યુનિવર્સિટીની ગત સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય દ્વારા ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે નવીન આર્ટ ગેલેરી બનાવવાની ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્તને સિન્ડિકટમાં પ્રાથમિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે. ત્યારે તેના અમલી કરણ માટે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.  

શહેરમાં એકમાત્ર સરકારી આર્ટ ગેલેરી સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી હતી. પરંતુ મ્યુનિ. કોર્પોરેશનના નવીન સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે તે આર્ટ ગેલેરી તોડી પાડવામાં આવી હતી. જોકે, પ્લાનમાં હોવા છતાં સ્થળ પર આર્ટ ગેલેરી આપવામાં આવી ન હતી. જે બબાતે શહેરના કલાકારો દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના કલાકારોને સરકારી ભાવે આર્ટ ગેલેરીનો ઉપયોગ કરવા મળે તે હેતુથે હવે, એમએસ યુનિ. ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે આર્ટ ગેલેરી બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.  

ગત સિન્ડિકેટની બેઠકમાં ડોનર કેટેગરીના સેનેટ સભ્ય અને સિન્ડિકેટ સભ્ય મયંક પટેલ દ્વારા ફાઇન આર્ટસ ફેકલ્ટી ખાતે નવીન આર્ટ ગેલેરી બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે બાબતે વિસ્તૃત ચર્ચા બાદ સિન્ડિકેટ દ્વારા દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. જોકે, તેના અમલી કરણ માટે સિન્ડિકેટ સભ્ય મયંક પટેલના અધ્યક્ષ સ્થાને ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં સભ્ય તરીકે ડો. જીગર ઇનામદાર, ડો. દિનેશ યાદવ, સીએ મિનેષ શાહ, ડો. બિજયસિંહ રાઠોડ અને યુનિ. એન્જિનિયર રુદ્રેશ શર્માની નિમણુક કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;