ગરબાડામાં મંદિર પાસે જ જાહેર શૌચાલય નહીં બનાવવા રજૂઆત  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ગરબાડામાં મંદિર પાસે જ જાહેર શૌચાલય નહીં બનાવવા રજૂઆત 

ગરબાડામાં મંદિર પાસે જ જાહેર શૌચાલય નહીં બનાવવા રજૂઆત 

 | 3:17 am IST

પંચાયત દ્વારા રૂ.૩૦ લાખના ખર્ચે શૌચાલય બનાવવાનું હતું

ા ગરબાડા ા

ગરબાડા  ખાતે ફ્રવાલાયક અને ધાર્મિક સ્થળોના નામ પર ગરબાડા રામનાથ મહાદેવ મંદિર અને રામદેવપીર ના મંદિર જેવા એકાદ બે સ્થળો જ આવેલા છે. જ્યારે આવા સંજોગોમાં ગ્રામ પંચાયત ધાર્મિક સ્થળો પર જ ગંદકી કરતી હોવાનું જોવા મળી રહ્યું છે.

ગામ નો કચરો રામનાથ મહાદેવ મંદિર પાસે ઠાલવવામાં આવી રહ્યો છે ભૂગર્ભ ગટરના દૂષિત પાણીનો ખારકુવો પણ રામનાથ મંદિર પાસે જ બનાવવામાં આવ્યો છે તેટલા થી સંતોષ ન થતાં હાલમાં સ્વચ્છ ભારત મિશન અને ગ્રામ પંચાયત દ્વારા રામદેવપીર ના મંદિર પાસે રૂ.૩૦ લાખના ખર્ચે સામૂહિક જાહેર શૌચાલય બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરની પાસે જાહેર શૌચાલય નહીં બનાવવા માટે સ્થાનિકો દ્વારા આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી છે.

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર પરિસરની પાસે અગાઉ પણ શૌચાલયો હતા જે નો દુરુપયોગ થતો હતો અને હાલમાં ગ્રામ પંચાયત દ્વારા જર્જરિત શૌચાલયો તોડી પાડવામાં આવ્યા છે તેમજ મંદિર પાસેનો એક કૂવો પણ નવીન શૌચાલય બનાવવા માટે પૂરી દેવામાં આવ્યો છે તે સિવાય બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરેલ દબાણ હટાવી ત્યાં આગળ શૌચાલય બનાવાય તો દબાણ તો ખુલ્લા થશે. જ સાથે સાથે સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવતા રૂપિયા નો સદુપયોગ થશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;