ગરીબડાંઓની બદામ એવી મગફળીના છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ - Sandesh
  • Home
  • Health & Fitness
  • ગરીબડાંઓની બદામ એવી મગફળીના છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ

ગરીબડાંઓની બદામ એવી મગફળીના છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ

 | 12:02 pm IST

મિત્રો સાથે બેસીને મગફળી ખાવાની એક અલગ જ મજા આવતી હોય છે. તે સ્વાદ સાથે આરોગ્ય માટે પણ ફાયદાકારી છે. વરસાદની સિઝન આવે એટલે નવી આવેલી મગફળીમાં લાગેલી માટીની ભીની સુગંધ બહુ સારી લાગતી હોય છે અને તેનો સ્વાદ પણ અનોખો લાગતો હોય છે. મગફળીને એક સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે. મગફળી અનેક ગુણોથી ભરપૂર હોય છે. જેથી મગફળીને ખાવાના અનેક ફાયદાઓ છે અને એટલે જ તેને ગરીબો માટેની બદામ કહેવામાં આવે છે. એક ઈંડાની કિંમતમાં જેટલી મગફળી આવે છે તેમાં એટલું પ્રોટીન હોય છે જેટલું દૂધ અને ઈંડામાં પણ નથી હોતું. જેથી મગફળી આયરન, નિયાસિન, ફોલેટ, કેલ્શિયમ અને ઝિંક માટેનો ઉત્તમ સ્ત્રોત છે.

રોજ મગફળી ખાવાના અનેક એવા ફાયદા હોય છે જે ખાનારાઓને પણ નથી ખબર હોતા. મગફળી વધતી વય, રંગમાં ફીકાપણુ જેવી સમસ્યાઓ સામે લડવાની સાથે સાથે ત્વચાને પણ મુલાયમ બનાવી રાખે છે.

1. પેટની સમસ્યાઓમાંથી રાહત
મગફળીમાં કેટલાક એવા તત્વ વર્તમાન હોય છે. જે પેટ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે. તેના નિયમિત સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ પાચનક્રિયાને પણ સારી રાખવામાં મદદગાર છે.

2. ત્વચા બનાવે કોમળ
અનેક લોકો મગફળીના પેસ્ટનો ઉપયોગ ફેસપેકના રૂપમાં પણ કરે છે. મગફળીમાં રહેલ ઓમેગા 6 ત્વચાને પણ કોમળ અને મુલાયમ રાખે છે.

3. લોહી બનાવવામાં સહાયક
મગફળીમાં ભરપૂર માત્રામાં આયરન જોવા મળે છે. જે લોહી બનાવવામાં સહાયક છે. તેના નિયમિત સેવનથી લોહીની કમી થતી નથી અને બ્લડમાં શુગરનુ સ્તર નિયંત્રણમાં રહે છે.

4. સ્કિન બનાવે યુવા
વધતી વયના લક્ષણોને રોકવા માટે પણ મગફળીનુ સેવન કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, વસા, ફાયબર, ખનિજ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેથી તેનુ સેવન કરવાથી સ્કિન યુવા દેખાય છે.

5. ફેફસા મજબૂત બનાવે
તમે સાંભળ્યુ હશે કે વધુ મગફળી ખાવાથી ગળુ ખરાબ થાય છે પણ સત્ય તો એ છે કે , મગફળી ખાંસી રોકવામાં પણ ઉપયોગી છે. તેના નિયમિત સેવનથી ફેંફસાને મજબૂતી મળે છે. પાચન શક્તિને વધારે છે અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે.

6. તાકાત વધારે
મગફળીમાં પ્રોટીન પણ સારી માત્રામાં હોય છે. જેનાથી તાકાત મળે છે. જે શરીરના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આવામાં ફક્ત બાળકોને જ નહી પણ બોડી બિલ્ડિંગના શોખીન યુવાઓ માટે પણ મગફળી ખાવી ફાયદાકારી છે.
 
7. ગર્ભવતી મહિલાઓ માટે
ગર્ભવતી મહિલાઓ માટે મગફળી ખાવી ખૂબ હિતકારી છે. તેનાથી ગર્ભમાં ઉછરી રહેલ બાળકોનો વિકાસ સારી રીતે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન