ગળકીયાનેસમાં રૂ. ૪.૪૯ લાખનો દારૂ ઝડપાયો - Sandesh
  • Home
  • Jamnagar
  • ગળકીયાનેસમાં રૂ. ૪.૪૯ લાખનો દારૂ ઝડપાયો

ગળકીયાનેસમાં રૂ. ૪.૪૯ લાખનો દારૂ ઝડપાયો

 | 12:40 am IST

મેંદરડા : મેંદરડાના ગળકીયાનેસમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે વહેલી સવારે અહીંયા રેઈડ કરી રૂ. ૪.૪૯ લાખની ૪૪૯૦ બોટલ અને કાર સહિત રૂ. ૬.૪૯ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. જ્યારે બુટલેગર ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મેંદરડા પંથકના ગળકીયા નેસમાં વિદેશી શરાબનું કટીંગ થયુ હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.એમ. ગઢવી, ચુડાસમા સહિતના સ્ટાફે શુક્રવારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આ સ્થળે વોચ ગોઠવી કાર નં. જીજે ૬સીબી ૫૩૦૦ની તલાશી લેતા કારમાંથી દમણ બનાવટની વિવિધ વિદેશી શરાબની ૪૪૯૦ બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત રૂ. ૬.૪૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી ફરાર થયેલા બુટલેગરને ઝડપી લેવા માટે ચક્રો ગતીમાન કર્યાં છે.