ગળતેશ્વર શિવાલય ખાતે શ્રધ્ધાળુઓનું કીડીયારૃ ઉભરાયું - Sandesh
  • Home
  • Newspaper
  • ગળતેશ્વર શિવાલય ખાતે શ્રધ્ધાળુઓનું કીડીયારૃ ઉભરાયું

ગળતેશ્વર શિવાલય ખાતે શ્રધ્ધાળુઓનું કીડીયારૃ ઉભરાયું

 | 3:02 am IST

ડેસર, તા. ૨૬

શિવરાત્રીના પર્વ નિમિત્તે વર્ષો જુના ગળતેશ્વર શિવાલય ખાતે બમ બમ ભોલેના નાદથી શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉમટયા હતા.

કેટલાકને શિવરાત્રી નિમિત્તે આવવાનો મોકો ન મળતાં આજે રવિવારે ભોલેનાથના દર્શનનો લ્હાવો લેવા નડીયાદ, આણંદ, અમદાવાદ, વડોદરા ખાતેથી મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

ડેસર તાલુકા અને ગળતેશ્વર તાલુકાની સરહદે મહીસાગરના કિનારે હજારો વર્ષ પુરાણું ગળતેશ્વર શિવાલય આવેલુ છે. ભોલેનાથમાં અતૂટ શ્રદ્ધા રાખનાર શ્રધ્ધાળુઓ વર્ષ દરમિયાન અનેક વખત દર્શને આવતા હોય છે.

૮૦૦૦ વર્ષ જૂનુ મંદિર

ગળતેશ્વર મહાદેવ મંદિરના સ્વર્ગીય મહંત નિર્મળદાસ મહારાજને આવનાર શ્રદ્ધાળુઓ યાદ કરતા હોય છે. તેઓ વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેઓના મુખે સાંભળેલા અને લોક વાયકા પ્રમાણે ગળતેશ્વર શિવાલયના ગુંબજને વર્ષો પહેલા મહંમદ બેગડાએ ખંડિત કર્યુ હતું. આ શિવાલય આઠ હજાર વર્ષ પુરાણું છે. ગાલવ મુનિના વખતના શિવાલય ઉપર કોતરાયેલી કલાકૃતિઓ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન