ગાંગરડી નજીક દાહોદના વેપારી પિતા-પુત્રને લૂંટી લેતાં ચકચાર - Sandesh
  • Home
  • Baroda
  • ગાંગરડી નજીક દાહોદના વેપારી પિતા-પુત્રને લૂંટી લેતાં ચકચાર

ગાંગરડી નજીક દાહોદના વેપારી પિતા-પુત્રને લૂંટી લેતાં ચકચાર

 | 3:27 am IST

 

ગરબાડા તા.ના મોટાભાગના માર્ગો ધોળે દહાડે પણ અસલામત૬૫૦૦૦ની રોકડ સહિતના મુદ્દામાલની લૂંટ

ા દાહોદ ા

દાહોદમાં રહેતો એક વેપારી તેના પુત્ર સાથે મોટર સાઇકલ પર રાબેતા મુજબ દાહોદની સરહદે આવેલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના બરઝર ગામે કરીયાણાની દુકાન પર જતા હતા. તે સમયે આ ચોકડી ઉપર ચોક્કસ ગેંગના લુંટારૃઓ બે મોટર સાઇકલ પર આવી પિતા – પુત્રને ધારિયા તેમજ પથ્થરો બતાવી મારમારી તેમની પાસેથી રોકડા રૃપિયા ૬૫ હજાર, એક મોબાઇલ, એટીએમ કાર્ડ વિગેરેની લુંટ કરી નાસી ગયા હતા.

દાહોદ શહેરના કથીરીયાબજારમાં રહેતાએ ગરબાડા તાલુકાના બરઝર ગામે કરિયાણાની દુકાન અને મકાન ધરાવતા યુસુફભાઇ બારીયાવાલા અને તેમનો પુત્ર તૈયબઅલી ધંધા સ્થળે જવા નીકળ્યા હતા. રસ્તામાં ગાંગરડી ગામે શરાબલી ચોકડી ખાતે પાછળથી બે મોટરસાઇકલ પર સવાર થઇ આવેલા ૬ જેટલા અજાણ્યા અને ચોક્કસ ગેંગના લુંટારૃઓએ ઉપરોક્ત પિતા- પુત્રને રોકડી ધારીયું, પથ્થરો બતાવી તેમજ માર માર્યો હતો. અને યુસુફભાઇને માથામાં પથ્થર મારતા યુસુફભાઇ લોહીલુહાણ પણ થયા હતા. પિતા – પુત્રને માર માર્યા બાદ તેઓની પાસેથી રોકડા રૃપિયા ૬૫હજાર, એક મોબાઇલ ફોન, ,એટીએમ કાર્ડ વગેરેની સનસનાટીભરી લુંટ ચલાવી લુંટારૃઓ નાસી ગયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થાતં તપાસ હાથ ધર્યાનું પણ જાણવા મળે છે. પરંતુ અવાર નવાર ઉપરોક્ત ચોકડી ખાતે બનતા લુંટ વધતા બનાવોની ગંભીરતાથી નોંધ લઇ પોલીસ તંત્ર દ્વારા લુંટારૃઓને ઝબ્બે કરવાને બદલે માત્ર કાગળ પર કાર્યવાહી કરી બાદમાં ધ્યાન ન આપતા જાણે લુંટારૃઓને ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે.

સ્થાનિક લોકો તેમજ વેપારી વર્ગનું આ રસ્તેથી રાત્રે તો ઠીક પંરતુ દિવસે પણ નીકળવું મુશ્કેલ બની ગયું છે.

;