ગાંધીધામના વેપારીને ચેન્નઈની પેઢીએ રૂપિયા ૧.૬૦ કરોડનો ધુંબો લગાડયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ગાંધીધામના વેપારીને ચેન્નઈની પેઢીએ રૂપિયા ૧.૬૦ કરોડનો ધુંબો લગાડયો

ગાંધીધામના વેપારીને ચેન્નઈની પેઢીએ રૂપિયા ૧.૬૦ કરોડનો ધુંબો લગાડયો

 | 2:00 am IST
  • Share

શહેરના લોખંડના સ્ક્રેપનો વેપાર કરતા વેપારીએ ચેન્નઈના શખસનો કંડલા પોર્ટ ઉપર પડેલ લોખંડનો ૧ર૦૦ થી ૧પ૦૦ ટન ભંગાર ઉપાડવાનંુ નક્કી કર્યું હતું. જેના પેટે વેપારીએ એડવાન્સમાં રૂપિયા ૧.૬૦ કરોડનંુ ચુકવણું કરી દીધું હતંુ, પરંતુ ગાંધીધામના વેપારીને લોખંડનો સ્ક્રેપ આપવાને બદલે અન્ય કંપનીને આપી દેવામાં આવ્યો હતો અને વેપારી સાથે છેતરપિંડી આચરતા ગુનો નાંેધાવા પામ્યો છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, શહેરના અપનાનગર રહેતા અને એન. આર. બ્રધર્સ મલ્ટી ટ્રેડ એલએલપી નામની ઈમ્પોર્ટ એક્સપોર્ટ તથા લોકલ સ્ક્રેપનો વેપાર કરતા નિતીન રમેશચંદ્ર કટારમલે પોલીસને જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ મધ્યે અમદાવાદની જીએસઈસી લિ.કંપનીનો લોખંડનો ૧ર૦૦ થી ૧પ૦૦ ટન સ્ક્રેપ પડયો હતો. આ માલ ઉપાડવા કંપનીએ ચેન્નઈની સાંઈ સ્ટીલ સોલ્યુશન કંપનીના પ્રોપરાઈટર લક્ષ્મણસ્વામી ધનદયુથાપાની સાથે કરાર કર્યો હતો. આરોપી લક્ષ્મણસ્વામીએ આ માલ ઉપાડવા એક કંપની સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ ભાવતાલ નક્કી ન થતાં મામલો લટકી પડયો હતો.
આરોપી લક્ષ્મણસ્વામી ગઈ તા.૬/૬/ર૧ ના ગાંધીધામ મુકામે વેપારી નિતીન કટારમલની ઓફિસે ગયો હતો અને સ્ક્રેપ લેવા ઓફર કરી હતી. ત્યારબાદ સ્ક્રેપ વેપારીને વેચેલ હતો. સ્ક્રેપની કુલ કિંમત રૂપિયા પ,૮૧,૦૦,રપ૦ થતી હતી. જેના એડવાન્સ પેટે વેપારીએ બે દિવસમાં આરોપીના બેંક ખાતામાં રૂપિયા ૧.૬૦ કરોડ એડવાન્સમાં જમા કરાવી આપ્યા હતા. ત્યારબાદ કંડલા પોર્ટથી માલ ઉપાડવા વાહનો મોકલવામાં આવ્યા હતા, પરંતુ અન્ય કંપની દ્વારા માલ ઉપાડવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવતાં વેપારીએ આરોપીને જાણ કરી હતી. જેથી આરોપીએ અન્ય સ્થળેથી માલ અપાવાની વાત કરી હતી, પરંતુ લોખંડનો સ્ક્રેપ પણ ન આપી આરોપી રૂપિયા ચાંઉ કરી ગયો હતો. જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનંુ ધ્યાને આવતાં વેપારીએ આરોપી વિરુદ્ધ ફોજદારી નાંેધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો