ગાંધીધામમાં કરિયાણાની દુકાનમાંથી ર કિલો પોસડેડાનો પાવડર ઝડપાયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ગાંધીધામમાં કરિયાણાની દુકાનમાંથી ર કિલો પોસડેડાનો પાવડર ઝડપાયો

ગાંધીધામમાં કરિયાણાની દુકાનમાંથી ર કિલો પોસડેડાનો પાવડર ઝડપાયો

 | 2:00 am IST
  • Share

પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે ગાંધીધામ હાઈવે પર આવેલ જવાહરનગરમાં કરિયાણાની દુકાનમાં છાપો મારીને પોસડેડાનો ર કિલો પાવડર સાથે વેપારીની ધરપકડ કરી લીધી હતી.
મુન્દ્રા બંદરેથી ડીઆરઆઈએ ર૧ હજાર કરોડનંુ ૩ ટન જેટલંુ હેરોઈન ઝડપી પાડતાં દેશભરમાં હડકંપ મચી ગયો છે, ત્યારે જિલ્લામાં નશીલા પદાર્થ ઝડપાવાનો સિલસિલો જારી રહ્યો હોય તેમ પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશા માટે ઉપયોગમાં લેવાતો પ્રતિબંધિત પોસડેડાનો પાવડર ઝડપી પાડયો છે. જે અંગે બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત મંગળવારના બપોરના અરસામાં એસઓજીની ટીમ કચેરીમાં હાજર હતી, ત્યારે ગાંધીધામના જવાહરનગર, ચુડવા હાઈવે પર કેશરી વે બ્રિજ પાસે આવેલ ભગવતી કિરાણા એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાં આરોપી ધનસિંહ પહાડસિંહ સોઢા, રહે. રાજસ્થાનવાળો માદક પદાર્થ પોસડેડા રાખીને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે એસઓજીની ટીમે જવાહરનગર, ચુડવા હાઈવે પર આવેલ કરિયાણાની દુકાનમાં છાપો માર્યો હતો. ત્યારબાદ દુકાનમાં તપાસ કરતાં તેમાંથી ર.૦૬૭ કિલો પોસડેડાનો પાવડર, રૂપિયા ૬,ર૦૧ નો મળી આવ્યો હતો. જેથી એસઓજીએ આરોપી ધનસિંહની ધરપકડ કરી લીધી હતી અને તેના કબજામાંથી પોસડેડાનો પાવડર, ૧ મોબાઈલ ફોન, રોકડ ૪,૧૦૦ આધારકાર્ડની નકલ વગેરે મળી કુલે રૂપિયા ૧૧,૩૦૧ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. ત્યારબાદ આરોપીની પૂછતાછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ જથ્થો પુખરાજ બિસ્નોઈ, રહે. જમ્ભેશ્વર હોટલ, જવાહરનગર પુલિયા પાસે ગાંધીધામવાળા પાસેથી ખરીદ કર્યો હોવાનું જણાવ્યું હતું, પરિણામે એસઓજીએ બંને શખસો સામે ફોજદારી નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો