ગાંધીધામમાં ૧.૬૦ કરોડની ઠગાઈમાં આરોપીની જામીન અરજીને ફગાવાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ગાંધીધામમાં ૧.૬૦ કરોડની ઠગાઈમાં આરોપીની જામીન અરજીને ફગાવાઇ

ગાંધીધામમાં ૧.૬૦ કરોડની ઠગાઈમાં આરોપીની જામીન અરજીને ફગાવાઇ

 | 2:00 am IST
  • Share

શહેરના વેપારી સાથે ચેન્નઈના શખસે ૧ર૦૦ થી ૧પ૦૦ ટન સ્ક્રેપનું વેચાણ કરવા કરાર કરીને રૂપિયા ૧.૬૦ કરોડ મેળવી લીધા હતા. પાછળથી આરોપીએ સ્ક્રેપ ન આપી પૈસા પણ પરત કર્યા ન હતા અને છેતરપિંડી આચરી હતી. જે બનાવમાં આરોપીએ ગાંધીધામ કોર્ટમાં આગોતરા માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.
સરકારી વકીલ હિતેષી પી. ગઢવીએ જણાવ્યું હતું કે, ગઈ તા.રર/૯ ના આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અપનાનગર રહેતા વેપારી નીતિન રમેશચન્દ્ર કટારમલે ફોજદારી નોંધાવી હતી, જેમાં ચેન્નઈની સાંઈ સ્ટીલ સોલ્યુશન કંપનીના પ્રોપરાઈટર આરોપી લક્ષ્મણસ્વામી ધનદયુથાપાએ કંડલા પોર્ટમાં પડેલ ૧ર૦૦ થી ૧પ૦૦ ટન સ્ક્રેપ વેચવા માટે કરાર કર્યો હતો.
આરોપીએ સ્ક્રેપ વેચવા કરાર કરી વેપારી પાસેથી રૂપિયા ૧.૬૦ કરોડ એડવાન્સમાં લઈ લીધા હતા. પાછળથી લોખંડનો સ્ક્રેપ ન આપી પૈસા પણ પરત કર્યા ન હતા. જેથી વેપારીએ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. ફોજદારી નોંધાતાં આરોપીએ આગોતરા જામીન મેળવવા ગાંધીધામની કોર્ટમાં અરજી કરી હતી. જેની આજે સુનાવણી યોજવામાં આવી હતી. જેમાં સરકારી વકીલની દલીલો સાંભળી કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો