ગાંધીધામ પાલિકાના ટ્રેક્ટરનો વપરાશ કરનાર ઠેકેદારને લેટર ઈશ્યૂ કરાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • ગાંધીધામ પાલિકાના ટ્રેક્ટરનો વપરાશ કરનાર ઠેકેદારને લેટર ઈશ્યૂ કરાયા

ગાંધીધામ પાલિકાના ટ્રેક્ટરનો વપરાશ કરનાર ઠેકેદારને લેટર ઈશ્યૂ કરાયા

 | 2:00 am IST
  • Share

આદિપુરના વોર્ડ ૩એ વિસ્તારમાં આવેલ બગીચાના કચરાના નિકાલ માટે નગરસેવકમાંથી ઠેકેદાર બનેલા શખસે સુધરાઈના ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો હતો, જેથી સેનેટરી ઈન્સ્પેક્ટરે વાહનો ઝડપી પાડતાં ઠેકેદારનું ભોપાળું ખુલ્લું પડી ગયું હતું, જેથી નગરપાલિકા દ્વારા કસૂરવાર ઠેકેદારની સાન ઠેકાણે લાવવા તેને દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે ઠેકેદારને બે લેટર ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.
ગાંધીધામ નગરપાલિકાના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આદિપુરના વોર્ડ ૩એ વિસ્તારમાં આવેલ બગીચાનંુ કામ આઉટસોર્િંસગથી નગરસેવકમાંથી ઠેકેદાર બનેલા પરેશ ઠક્કરને આપવામાં આવ્યું છે. પરેશ ઠક્કરે પોતાની વગ વાપરીને બગીચાના કામમાં નગરપાલિકાના ટ્રેક્ટરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતંુ. બગીચાનો કોન્ટ્રાક્ટ આઉટસોર્િંસગથી આપવા છતાં કચરાનો નિકાલ કરવા સુધરાઈના વાહનો ધંધે લગાડયા હતા. આટલું ઓછું હોય તેમ ઠેકેદારે બગીચામાંથી નીકળેલા કચરાનો ડીપીટીના ખુલ્લા પ્લોટમાં નિકાલ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરે ટ્રેક્ટર ઝડપી પાડયા હતા અને મુખ્ય અધિકારીને જાણ કરી હતી, જેથી ઠેકેદારની સાન ઠેકાણે લાવવા મુખ્ય અધિકારી દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે અને દંડ ફટકારવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જે અંગે મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતંુ કે, કોન્ટ્રાક્ટર પરેશ ઠક્કરને આજે બે લેટર ઈશ્યૂ કરવામા આવ્યા છે, જેમાં એકમાં દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે બીજામાં નગરપાલિકાના વાહનોનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો? તે બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા દ્વારા ઠેકેદારને માત્ર દંડ ફટકારી સંતોષ માની લેવાને બદલે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન