ગાંધીનગર મનપાની ચૂંટણીમાં દરેકને લડવાની મંજૂરી આપો : AAPની અરજી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં દરેકને લડવાની મંજૂરી આપો : AAPની અરજી

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં દરેકને લડવાની મંજૂરી આપો : AAPની અરજી

 | 12:56 am IST
  • Share

ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીએ બુધવારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજ્ય ચુંટણી પંચને નોટિસ પાઠવી છે.કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. હાઈકોર્ટે અરજદારના વકીલને ટકોર કરેલી કે,  તમારી અરજીમાં શું છે, તે સમજાતું નથી. આવતી સુનાવણીએ સરખો નાસ્તો કરીને આવજો. તમે આમ આદમી પાર્ટીના વકીલ છો, તો જોશ હોવો જરુરી છે. ભૂતકાળમાં ગાંધીનગર મનપાની ચુંટણી કોરોનાના લીધે રદ થઈ હતી. અરજદારના વકીલની માગ હતી કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં જેમને પણ ચુંટણી લડવી છે, તેને લડવા દેવાની મંજૂરી આપો, ૦૬ સપ્ટેમ્બરે જાહેર કરાયેલા ચુંટણી કાર્યક્રમના અમલ પર રોક લગાવો. અરજદારના વકીલની રજૂઆત હતી કે, ચુંટણી પંચે વિવિધ નગરપાલિકા, તાલુકા અને જિલ્લાપંચાયતની વિવિધ બેઠકો માટે પેટાચુંટણી જાહેર કરેલી છે. આની સાથે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચુંટણી પણ જાહેર કરાયેલી છે. રાજ્ય ચુંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૮ અને ૯ મૃત્યુ પામેલા એક-એક ઉમેદવારના સ્થાને ચુંટણી લડવા મંજૂરી આપે છે. પણ અન્ય બેઠકો માટે મંજૂરી આપતા નથી. રાજ્ય ચુંટણી પંચે નિષ્પક્ષ અને પારદર્શી રીેતે કામ કરવું જોઈએ.’ બીજી તરફ, રાજ્ય સરકારે આ અરજીનો વિરોધ કર્યો હતો. સરકારનુ કહેવું હતું કે હાલ કોઈ ચુંટણી નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો