ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા તળાજાના ખેડૂતોને કૃષી મંત્રીની ખો - Sandesh
NIFTY 10,242.65 +88.45  |  SENSEX 33,351.57 +318.48  |  USD 65.1400 +0.26
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા તળાજાના ખેડૂતોને કૃષી મંત્રીની ખો

ગાંધીનગર રજૂઆત કરવા ગયેલા તળાજાના ખેડૂતોને કૃષી મંત્રીની ખો

 | 1:33 am IST

(સંદેશ બ્યુરો)          તળાજા, તા.૮

ટેકાના ભાવે મગફળી ખરીદીની સરકાર દ્વારા અસ્પષ્ટ નિતી, નિયમો અને કેટલીક લાલીયા વાડીના કારણે તળાજાના ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. લાભ પાંચમથી ખરીદી કેન્દ્ર શરૃ ન થયુ તો છેલ્લા દિવસોમાં પણ ઓનલાઈન નોંધાયેલ મગફળી ખરીદી કરવાનો કેન્દ્ર સંચાલકે ખેડૂતોને નાણા મળ્યા નથીનુ કહી સ્પષ્ટ નનૈયો ભણી દિધો. મગફળી ટેકાના ભાવે ખરીદાય, મુદત વધરાયા તેવી માંગ લઈને ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા ત્યાં પણ ખો આપી દેવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

રાજ્યની વર્તમાન સરકાર કેટલી ખેડૂત લક્ષી છે ! તેનો પ્રત્યક્ષ કડવો અનુભવ તળાજાના ખેડૂતોને ગઈકાલે થયો હતો. તળાજા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવાના મામલે ઓન લાઈન અને ઓફલાઈન, માર્કેટીંગ યાર્ડમાં નોંધાયેલ તમામ મગફળી ખરીદાય તેવી ખેડૂતોની માંગ હતી. આ માંગને લઈ ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે યાર્ડ પ્રમુખ વિક્રમસિંહ ગોહિલ, સેક્રેટરી ભરતભાઈ બારૈયા, ખેડૂત પ્રતિનિધિ મંડળને લઈ ગાંધીનગર સ્થિત કૃષીમંત્રી આર.સી.ફળદુ સમક્ષ દોડી ગયા હતા.

રજૂઆત સાંભળી કૃષીમંત્રીએ ગૂજકોમાશોલ વહીવટ કરે છે તેમ કહી સ્વયં કૃષી મંત્રીએ તમામને ખોં આપી દેતા તળાજાથી ગાંધીનગર સુધીની ખેડૂતો અને ખેડૂત આગેવાનોની ખો એળે ગઈ હતી. બીજી તરફ તળાજા માર્કેટીંગયાર્ડમાં ગૂજકોમાશોલ સાથે કરાર કરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સંચાલકોએ સરકારની ઓન લાઈન નોંધાયેલ મગફળીની ખરીદી કરવાની સ્પષ્ટ સૂચના હોવા છતા આજે અને આવતીકાલે અંતીમ દિવસ ખરીદી કરવાનો હોવા છતા ખરીદી કરવાનો સ્પષ્ટ નનૈયો ભણી દિધો હતો. જેને લઈ ખેડૂતો રોષે ભરાયા હતા.