ગાંધીનગર લઈ જવાઈ રહેલી દારૃ ભરેલી ટ્રક કપુરાઈ પાસેથી ઝડપાઈ - Sandesh
  • Home
  • Baroda
  • ગાંધીનગર લઈ જવાઈ રહેલી દારૃ ભરેલી ટ્રક કપુરાઈ પાસેથી ઝડપાઈ

ગાંધીનગર લઈ જવાઈ રહેલી દારૃ ભરેલી ટ્રક કપુરાઈ પાસેથી ઝડપાઈ

 | 3:45 am IST

 

પશુધનની આડમાં દારૃની હેરાફેરીનો પર્દાફાશ

૨૦.૨૫ લાખનો દારૃ અને ટ્રક સહિત ૩૨.૩૫ લાખનો મુદ્દામાલ કબજે

 

ા વડોદરા ા

એનએચ ૮ કપુરાઈ ચોકડીથી ગત રાતે ક્રાઈમ બ્રાન્ચે રૃ. ૨૦.૨૫ લાખની કિંમતનો દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ખેતરમાંથી કાપવામાં આવતા સૂકા ઘાસના પુડાઓ (પશુધાન) ભરેલા કોથળાઓની આડમાં દારૃનો જથ્થો ગાંધીનગર નજીક ચિલોડા ખાતે પહોંચાડવાનો હોવાની ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે કબૂલાત કરી છે. ટ્રક સહિત કુલ રૃ. ૩૨,૩૫,૧૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કોર્ટમાંથી ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

વહેલી સવાર સુધી પોલીસે પંચનામું કરીને રૃ. ૨૦,૨૫,૬૦૦ની કિંમતની ટ્રક સહિત રૃ. ૩૨,૩૫,૧૦૦ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર સંદિપ ઓમપ્રકાશ ડેલા અને સંદિપકુમાર અગરસિંહ રાવ (રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. હરિયાણાના ઠેકેદાર સંદિપસિંહ જાટે ગુડગાંવથી દારૃનો જથ્થો ભરાવ્યો હતો.

 

;