ગારિયાધારના માંગુકા ગામે પતિએ પત્નિની કરેલી હત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગારિયાધારના માંગુકા ગામે પતિએ પત્નિની કરેલી હત્યા

ગારિયાધારના માંગુકા ગામે પતિએ પત્નિની કરેલી હત્યા

 | 4:15 am IST
  • Share

ા ગારિયાધાર ા

ગારિયાધારના માંગુકા ગામે અલગ રહેતાં પતિએ ગામમાં જ રહેતી પત્નીના ઘરે આવી ઝઘડો કરી છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. જયારે, બનાવમાં વચ્ચે પડેલી એક માસૂમ બાળાને પણ છરીથી ઈજા પહોંચી હતી. જો કે, પોલીસે પતિને ઝડપી લીધો હતો.

બનાવ અંગેની વિગત એવી છે કે, ગારિયાધારના માંગુકા ગામે રહેતા તેજુબેન જીવરાજભાઈ રાઠોડને તેમના પતિ જીવરાજ જાદવ રાઠોડ સાથે લાંબા સમયથી ઝઘડો ચાલતો હોવાથી બન્ને ગામમાં અલગ રહેતા હતા. દરમિયાનમાં ગત રાત્રિના ૧૦ કલાક આસપાસ તેજુબેન તેમના ઘરે હતા. ત્યારે,પતિ જીવરાજ રાઠોડ તેણીના ઘરે આવ્યો હતો. અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં બન્ને વચ્ચેનો ઝઘડો ઉગ્ર થતાં તેજુબેન બૂમબૂમ કરવા લાગ્યા હતા. જેને લઈ તેમની નજીક રહેતાં તેમના ભત્રીજા તુલસીભાઈ રાઠોડ સહિતના ઘરે દોડી આવ્યા હતા. જયાં તેમના કાકી તેજુબેન લોહીલુહાણ હાલતે પડેલાં જોવા મળ્યા હતા.જયારે, તેમના કાકા અને ઈજાગ્રસ્ત મહિલાના પતિ જીવરાજ રાઠોડ હાથમાં છરી સાથે ઉભા હતા. જે ત્યાં દોડી આવેલાં તમામને જોઇ નાસી ગયા હતા. તો, આ સમયે હાજર ૧૨ વર્ષીય રેશમા જીતુભાઈ નામની બાળાને પણ છરી વડે ઇજા પહોંચી હતી.

બન્નેને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જયાં મહિલાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડાતા તેમનું સારવારમાં મોત નિપજતાં બનાવ હત્યામાં પરિણ્મ્યો હતો. બનાવ અંગે મૃતકના ભત્રીજા તુલસીભાઈ રાઠોડે તેમના કાકા અને મૃતકના પતિ વિરૃદ્વ હત્યાનો ગુન્હો નોંધ્યો હતો. આરોપી પતિ સાંજના સુમારે ઝડપાઈ ગયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન