NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગારિયાધારને એફએમ અને દુરદર્શન ટાવર ફાળવણીમાં હળાહળ અન્યાય

ગારિયાધારને એફએમ અને દુરદર્શન ટાવર ફાળવણીમાં હળાહળ અન્યાય

 | 10:52 pm IST

ગારિયાધાર, તા.૧૯

ગારિયાધાર તાલુકાને હંમેશા કોઇપણ સરકારી યોજનાના લાભો અપાવવ માટે રાજકીય નેતાઓ પાછળ હ્યા છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા એફએમ રેડીયો સ્ટેશનના ટાવરો માટે પણ ગારીયાધાર વંચીત રહેવા પામ્યું છે.

પ્રાપ્ત તથી વિગતો અનુસાર કેન્દ્ર સરકારના દુરદર્શન પ્રસાર ભારતી દ્વારા તાલુકા મથકો પર લોકોની સુવિધા માટે એફએમ રેડીયો સ્ટેશનોની મંજુરીઓ આપવામાં આવી છે. જેમાં ગારિયાધારને આ લાભ મળવાથી વંચિત રાખવામાં આવ્યું છે. ગારિયાધારથી નજીકમાં આવેલા પાલીતાણા અને અમરેલી બન્ને શહેરી સ્થલો પર ૧૫ કી.મી.ની ત્રિજ્યાના એફએમ રેડીયો ટાવરોને મંજુરી મળવા પામી છે. વળી બોર્ડ કાસ્ટીંગ દુરદર્શસ દ્વારા આ બન્ને શહેરમાં મંજુર થયેલા ટાવરોની ત્રિજ્યા પણ ઓછી રાખવામાં આવતા ગારિયાધાર શહેરને રેડીયો એફએમ ટાવર મળશે નહીં. જ્યારે ગારીયાધાર તાલુકાના રાજકીય પીઢ નેતાઓ પણ આ સુવિધાઓ બ ાબતે અજાણ હોવાના કારણે ગારીયાધાર એફએમ રેડીયો સ્ટેશન ટાવરથી વંચિત રહેશે. પાલીતાણા અથવા અમરેલીના રેડીયો સ્ટેશન ટાવરોની ૪૦ કી.મી. ત્રિજ્યા કરાવીને ગારીયાધારને લાભ અપાવી શકાય છે.

;