ગારિયાધારમાંથી ચીંખલીકર ગેંગ ઝબ્બે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ગારિયાધારમાંથી ચીંખલીકર ગેંગ ઝબ્બે

ગારિયાધારમાંથી ચીંખલીકર ગેંગ ઝબ્બે

 | 4:03 am IST
  • Share

ા ગારિયાધાર ા

ભાવનગર જિલ્લાના ગારિયાધાર સહિત સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જીલ્લાના સ્થળોએ ચોરીને અંજામ આપતી ચિખલીગર ગેંગના છ સાગરિતો ગારીયાધાર વિસ્તારમાં લૂંટ કે ધાડને અંજામ આપે તે પૂર્વે જ ગારિયાધાર પોલીસે તમામને દબોચી સાત જેટલાં ગુન્હાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.

બનાવ અંગેની વિગત એવી છે કે, ગારિયાધાર પોલીસને બાતમીરાહે હકીકત મળી હતી કે ચિખલીગર ગેંગના ઈસમો ગારીયાધારથી દામનગર જતા રસ્તે નાની વાવડી પાસે ઈક્કોકાર લઈને ખારા વિસ્તારમાં કોઈ ધાડ કે લુંટને અંજામ આપવા એકઠા થયા છે.પોલીસે સ્થળ પર દરોડો પાડી છ ઈસમોને ઝડપી લીધા હતા. જે તમામને પોલીસ સ્ટેશને લાવી યુક્તિ – પ્રયુક્તિથી પુછપરછ કરતા ઈકો કાર નં. જીજે.૦૩.સીઆર.૬૩૮૦ કાલાવાડથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તો,ગત તા.૯ના રોજ ગારીયાધારથી ચોરી કરેલ ઈક્કોે કાર લઈને જામનગર સોનીની દુકાનમાં ચોરી કરી કારને ઈકો કાલાવાડ પાસે બિનવારસી મુકીને કાલાવાડથી ઉપરોક્ત ઈકકોકારની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે છ ઈસમોને ગારીયાધાર ખાતે ધાડ કરવાના ઈરાદે એકઠા થયાની નોંધ કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ધાડના ઈરાદે સબબનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલાં આરોપીના નામ

(૧) અર્જુન રાહુલ બંજારા (ઉ.વ.૨૪ રહે.ઇન્દીરા કોલોની જી.આબુરોડ)

(૨) ધરમસિંગ મંગલસિંગ બાવરી(ઉ.વ.૨૮ રહે.પરબરોડ, ભેંસાણ, જી.જુનાગઢ)

(૩) જગજીતસિંગ આચોલસિંગ દુઘાળી (રહે.ક્રાંન્તી નગર, જી.બીડ,મહારાષ્ટ્ર)

(૪) કરતારસિંગ ભારતસિંગ તેલપીથીયા (ઉ.વ.૨૦ રહે.રેલ્વેકવાટરની સામે,ખંભાત)

(૫) અર્જુનસિંગ બચ્ચનસિંગ ચિકલીગર (ઉ.વ.૨૬ રહે.ગણેશનગર, સુરત)

(૬) ગુરૃસિંગ પોલાદસિંગ ચિખલીગર(ઉ.વ.૨૩ રહે.પીંગલીરોડ પરભની મહારાષ્ટ્ર)

આરોપી પાસેથી કબ્જે કરાયેલો મુદામાલ

ગારિયાધાર પોલીસે ધાનડા ઈરાદે ગારિયાધાર પંથકમાં ફરતી ચીખલીકર ગેંગને ઝડપી લીધી હતી. અને તેમના કબ્જામાંથી ઈક્કો કાર કિ.રૃ.૧,૫૦,૦૦૦, જામનગર જિલ્લાના સી ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કરેલી ઘરફોડ ચોરીમાં ચોરેલ ચાંદીના દાગીના,ર્મૂિત,છતર સહિતનો મુદામાલ કિંમત રૃ. ૫૧,૧૦૦ સહિતનો મુદામાલ ઝડપી લીધો હતો.

સાત અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો

પોલીસે ઝડપી પાડેલી ચીખલીકર ગેંગ પાસેથી વિવિધ સાત જેટલાં ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં ગારીયાધાર પો.સ્ટે.,રાજકોટ ગ્રામ્ય જીલ્લાના આટકોટ પો.સ્ટે. અને કાલાવાડ પો.સ્ટે.માં નોંધાયેલ વાહનચોરી તથા જામનગર સી ડીવીઝન પો.સ્ટે., લાઠી,જુનાગઢ જીલ્લાના માણાવદર પો.સ્ટે. તથા ઢસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો સમાવેશ થાય છે.

બે આરોપીનો ઈતિહાસ ગુન્હાહીત

ગારિયાધાર પોીલસે વિગતો આપતાં જણાવ્યું કે, ઝડપાયેલાં ચીખલીકર ગેંગના સાગરિતો પૈકી ધરમસીંગ મંગલસીંગ બાવરી ઉપર માણાવદર પોલીસ સ્ટેશનમાં હત્યા અને જુનાગઢ તાલુકા પો.સ્ટે.,ધોરાજી પો.સ્ટે. માં વાહનચોરી તથા રાજકોટ ગ્રામ્ય ઉપલેટા પો.સ્ટે. માં ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલો છે. તો, અર્જુનસીંગ બચ્ચનસીંગ ચીખલીકર વિરૃદ્વ સુરત શહેર ઉધના પો.સ્ટે.પાડેસરા સહિત જુનાગઢ તાલુકા પો.સ્ટે.તથા ધોરાજી પો.સ્ટે. માં વાહન ચોરી,ઉપલેટા પો.સ્ટે. માં ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન