ગારિયાધાર પંથકમાં સર્વત્ર પોણો ઈંચ મેઘમહેરથી ખેડૂત વર્ગ ખુશ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ગારિયાધાર પંથકમાં સર્વત્ર પોણો ઈંચ મેઘમહેરથી ખેડૂત વર્ગ ખુશ
 | 3:15 am IST

ા ગારિયાધાર ા

ગારિયાધાર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં બપોરે ૩-૩૦ કલાકે ઘનઘોર વાદળછાયા વાતાવરણ બાદ એકાએક ગાજવીજ અને વિજળીના કડાકાઓ સાથે વરસાદની હેલી વરસી પડી હતી. જેમાં સમગ્ર પંથકમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો હતો.

ગારિયાધાર શહેર ઉપરાંત, વિરડી, બેલા, નવાગામ, રૃપાવટી, વદર, પાંચટોબરા, સુખપર, પરવડી અને નાનીવાવડી સહિતના તમામ ગામોમાં આજે સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ૩-૩૦ કલાકના અરસામાં પ્રથમ ધાબડીયા વરસાદ બાદ એકાએક સુપડાની ધારે વરસાદ વરસી ગયો હતો.

જેમાં સમગ્ર પંથક અને શહેરમાં સતત ૧ કલાક વરસેલા વરસાદમાં ગ્રામ્ય પીએચસી સેન્ટરો, શેત્રુંજી ફ્રિઝે અને ગૌશાળાઓમાં ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે મામલતદાર કચેરી ખાતે માત્ર ૧ર મીમી એટલે કે અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

આમ, આ વિસ્તારમાં વરસાદ શરૃ થતા વાવણી કાર્ય પૂરજોશમાં શરૃ થયુ છે. તેમજ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન