ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પેકેજનો લાભ ફેબ્રિક્સ મેન્યુફેક્ચર્સને પણ મળશે - Sandesh
  • Home
  • Surat
  • ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પેકેજનો લાભ ફેબ્રિક્સ મેન્યુફેક્ચર્સને પણ મળશે

ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીના પેકેજનો લાભ ફેબ્રિક્સ મેન્યુફેક્ચર્સને પણ મળશે

 | 11:41 pm IST

સુરત, તા. ૨૧  

કેન્દ્ર સરકાર દ્વારા ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રી માટે રૃપિયા ૬૦૦૦ કરોડનું સ્પેશિયલ પેકેજ જાહેર કરાયું ત્યારે સુરતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને અન્યાય થયો હોવાની બૂમ ઊઠી હતી, આ બૂમરાણ વચ્ચે નિષ્ણાતો અલગ રાગ અલાપી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે વિશેષ પેકેજના લીધે ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કાચા કાપડની માગ વધશે અને તે માટે સુરતના ઉત્પાદકોએ બમણા પ્રમાણમાં ફેબ્રિક્સનું ઉત્પાદન કરવું પડશે. આમ, આડકતરી રીતે સુરતના ઉત્પાદકોને પણ પેકેજનો લાભ મળશે.  

  • ફેબ્રિક્સની માગ ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં વધશે, તેથી બમણું ઉત્પાદન કરવું પડશે

ટેક્સ્ટાઈલ વીક અંતર્ગત આજે ચેમ્બર ઓફ કોમર્સમાં જીએફઆરઆરસીના ઉપક્રમે સર્ક્યુલર નિટિંગ એન્ડ ફ્લેટ નિટિંગ તથા ઈનોવેશન ઈન વેલ્યુ એડિશન ટેક્નોલોજી વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં વક્તા નવીન અગ્રવાલે કહ્યંુ કે, સુરતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ક્ષમતા છે. સ્થાનિક ઉત્પાદકો વૈશ્વિક સ્તરના અને ખાસ કરીને ફેશન-ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીની માગ મુજબના કાપડનું ઉત્પાદન કરે તો માગ બમણી થઈ શકે.

વધુમાં અગ્રવાલે સર્ક્યુલર નિટિંગ અને વોર્પ નિટિંગમાં દિનપ્રતિદિન નવી ટેક્નોલોજી અને મશીનરી આવતી રહે છે. તેનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે સર્ક્યુલર નિટિંગ વિશે કહ્યું કે આ યુનિટ ઓછી જગ્યામાં ઓછા રોકાણથી શરૃ કરી બહોળા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. જ્યારે ફ્લેટ નિટિંગ થકી ઉત્પાદન બમણું કરવું પડશે. કારણ કે ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીનો વિકાસ હવે દૂર નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન