ગુજરાતના CMપદે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગુજરાતના CMપદે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા

ગુજરાતના CMપદે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા

 | 2:00 am IST
  • Share

ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સોમવારે બપોરે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નવી સરકારની રચનામાં માત્ર મુખ્યમંત્રીની જ સોંગદવિધિ થઈ છે. હવે પછી આગામી ત્રણેક દિવસમાં તેમા મંત્રીઓ ઉમેરાશે. સોમવારે રાજભવનના ગાર્ડનમાં બપોરે ૧૫ મિનિટના શપથગ્રહણ સમારોહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, ગોવાના પ્રમોદ સાવંત, કર્ણાટકના બસવરાજ બોમ્માઇ, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના પુત્રી અનાર પટેલ, ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્યના પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત રહ્યાં હતાં.     (અનુસંધાન પેજ-૧૫)

૨૨ વર્ષ અગાઉ ૪ માર્ચ ૧૯૯૮માં પણ કેશુભાઈ પટેલે માત્ર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા બાદમાં નરેન્દ્ર મોદીએ પણ ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તે જ પ્રણાલીને અનુસરી પાછળથી મંત્રી મંડળની રચના કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, શનિવારે રૃપાણી સરકારના રાજીનામા બાદ ભાજપ સંસદિય દળની બેઠકમાં રવિવારે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા હતા. સોમવારે સવારે શપથવિધી અગાઉ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નીતિન પટેલ, વિજય રૃપાણી, સી.આર.પાટીલના નિવાસ્થાને જઈને આશીર્વાદ મેળવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન