ગુજરાતભરમાં તીવ્ર બનતું દલિત આંદોલન - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતભરમાં તીવ્ર બનતું દલિત આંદોલન

ગુજરાતભરમાં તીવ્ર બનતું દલિત આંદોલન

 | 3:44 am IST

અમદાવાદ/રાજકોટ

ઊનાનાં મોટા સમઢિયાળા ગામમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા દલિત યુવાનો પર ગુજારવામાં આવેલા અત્યાચારના વિરોધમાં દલિત સંઘોએ આપેલા બંધના એલાનનો પડઘો સૌરાષ્ટ્ર અને અમદાવાદ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ પડયો હતો. આંદોલનનો વ્યાપ વધવાની સાથે તેની તીવ્રતા પણ વધી હતી. બંધના આ એલાનને જે રીતે સ્વયંભૂ પ્રતિસાદ મળ્યો તે દર્શાવે છે કે દલિતો પર થયેલા અત્યંત નિંદનીય અત્યાચારનો વિરોધ કરવામાં સમાજના બીજા વર્ગો અને રાજકીય પક્ષોની સહાનુભૂતિ છે. બંધના પગલે નાના-મોટા શહેરોના મોટા ભાગના બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જોકે બળજબરીથી દુકાનો, બજાર કે શાળાઓ બંધ કરાવવાના અને ટાયરોને આગચંપીના છૂટાછવાયા બનાવો પણ નોંધાયા હતા.

અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સજ્જડ બંધ રહ્યો હતો. રાજકોટ શહેરમાં આંશિક, જયારે જામનગર, પોરબંદર, મોરબીમાં મિશ્ર બંધ રહ્યો હતો. દ્વારકા જિલ્લામાં બંધ અસફળ રહ્યો હતો. આ વચ્ચે તોફાની તત્ત્વો દ્વારા બંધ સફળ બનાવવા માટે એસટી, ખાનગી, અને સિટી બસોને નિશાન બનાવી પત્થરમારો કરાયો હતો. આગજની, ચક્કાજામના પગલે પોલીસે ઉપલેટા અને પોરબંદરમાં ટિયરગેસના શેલ છોડયાં હતાં. હિંસક હુમલા વચ્ચે સૌરાષ્ટ્ર બંધ મિશ્ર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન