ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે સંસદમાં ભારે હોબાળો - Sandesh
  • Home
  • India
  • ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે સંસદમાં ભારે હોબાળો

ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે સંસદમાં ભારે હોબાળો

 | 3:43 am IST

નવી દિલ્હી :

ઊનામાં ચાર દલિત યુવાનોને અમાનવીય રીતે માર મારવાની ઘટનાનો મુદ્દો હવે સંસદમાં ગાજી રહ્યો છે. આ મુદ્દે વિપક્ષોએ ભારે હોબાળો કર્યો હતો. રાજ્યસભામાં અને લોકસભામાં દલિત આંદોલન અને દલિત અત્યાચાર મુદ્દે હોબાળો થઈ રહ્યો હતો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથે સરકારનો બચાવ કર્યો હતો. રાજનાથે જણાવ્યું કે, દલિત આંદોલન અને દલિત અત્યાચાર મુદ્દે ગુજરાત સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે. ગુજરાત સરકારે આ મુદ્દે ઝડપથી કામગીરી કરી તે બદલ તેને અભિનંદન આપવા જોઈએ. ગુજરાત સરકારને અભિનંદન આપવાની વાતથી ફરી વખત વિપક્ષોએ સંસદ માથે લીધી હતી. વિપક્ષોએ આરોપ મૂક્યો હતો કે ભાજપના રાજમાં દલિતો પરના અત્યાચારમાં વધારો થયો છે.

રાહુલ ફરી ઊંઘતા ઝડપાયા, ભારે ટીકા, મજાક

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત સંસદમાં  ઊંઘતા ઝડપાયા હતા. ગુજરાતમાં દલિત અત્યાચાર મુદ્દે સંસદમાં હોબાળો ચાલી રહ્યો હતો ત્યારે રાહુલ ઊંઘતા હતા. કોંગ્રેસના સભ્યો વેલના ભાગમાં ધસી ગયા, હોબાળો કરતા હતા અને આખરે વોકઆઉટ કરતા હતા ત્યાં સુધી રાહુલ ઊંઘતા હતા.  કોંગ્રેસે પોતાની આદત પ્રમાણે રાહુલનો બચાવ કર્યો હતો. રેણકા ચૌધરીએ જણાવ્યું કે, તેઓ રિલેક્સ થતા હતા. બહાર ગરમી વધારે હોવાથી અંદર આંખો બંધ કરીને રિલેક્સ થતા હતા. આટલા શરોબકોરમાં કેવી રીતે કોઈને ઊંઘ આવે. કેટલાક કોંગ્રેસીઓ કહી રહ્યા હતા કે રાહુલ મોબાઇલમાં મેસેજ ચેક કરતા હતા તો કેટલાક કોંગ્રેસીઓએ કહ્યું કે, રાહુલ ચિંતન કરતાં હતાં.  માયાવતીએ જણાવ્યું કે, રાહુલ આટલી ગંભીર ચર્ચા દરમિયાન  ઊંઘતા હતા તે રાહુલની અને કોંગ્રેસની ગંભીરતાને છતી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન